AHMEDABAD માં યુવક પર બળાત્કારનો પ્રયાસ, તૈયાર નહી થતા યુવકની હત્યા કરી દેવાઇ
અમદાવાદ : શહેરના ચાંદખેડામાં 20 ઓક્ટોબરના રોજ જયેશ પરમાર (ઉ.વ 45) યુવકની હત્યા થઇ હતી. આ હત્યાને પગલે મૃતકના પરિવારજનો દ્વારા ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ચાંદખેડા પોલીસે કમલેશ રોત નામના વ્યક્તિની ધરપકડ કરી
ચાંદખેડા પોલીસે કમલેશ રોત નામના વ્યક્તિની ધરપકડ કરીને તેની પુછપરછ હાથ ધરી છે. પુછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. જેમાં આરોપી કમલેશ અને મૃતક જયેશ વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. અનેકવાર બન્ને વચ્ચે સમલૈંગિક સંબંધો બંધાયા હતા. જો કે બનાવના દિવસે મૃતક જયેશે આરોપી કમલેશ સાથે જબરજસ્તી સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જો કે કમલેશને આ નહી ગમતા જયેશ સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા જયેશનું મોત નિપજ્યું છે.
પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી
આ બાબતે DCP ઝોન-2 ના શ્રીપાલ શેષમાએ જણાવ્યું કે, ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે, ઝાડીઓ વચ્ચે કોઇ મૃતદેહ પડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશની ઓળખ કરવા માટે અશક્ય હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવના પ્રયાસો ચાલુ કર્યા હતા. પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

પોલીસ દ્વારા બાતમીદારોની મદદથી સમગ્ર કેસ ઉકેલાયો
પોલીસ દ્વારા હ્યુમન એન્ડ ઇન્ટેલિજન્સના આધારે અમે સમગ્ર કેસ ઉકેલ્યો છે. આરોપીની પુછપરછ કરતા આરોપીએ ખુલાસો કર્યો કે, આરોપી અને મૃતક વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. મૃતક આરોપીએ ખુલાસો કર્યો કે બંન્ને સમલૈંગિક હતા. મૃતક આરોપી સાથે જબરજસ્તી સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા આરોપીએ હત્યા નિપજાવી હોવાનો પોલીસની પુછપરછમાં ખુલાસો થયો હતો.