For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અંબાજી મંદિરમાં મોહનથાળનો કોન્ટ્રાક્ટ જે નવી કંપનીને અપાયો, એ પણ પહેલા આવી ચૂકી છે વિવાદમાં

02:55 PM Nov 20, 2023 IST
અંબાજી મંદિરમાં મોહનથાળનો કોન્ટ્રાક્ટ જે નવી કંપનીને અપાયો  એ પણ પહેલા આવી ચૂકી છે વિવાદમાં
Advertisement

Ambaji News: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવા માટે હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ અપાયો છે. મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરાયા બાદ ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. મહત્વનું છે કે, જેને પ્રસાદનો નવો કોન્ટ્રાક્ટ અપાયો છે તે ટચ સ્ટોન ફાઉન્ડેશન પણ ભૂતકાળમાં વિવાદમાં સપડાઈ ચૂક્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ કંપનીને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

Advertisement
Advertisement

ભેળસેળવાળુ ઘી ઉપયોગમાં લેવાતા વિવાદ

અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂર્ણિમાના મેળા દરમિયાન મોહનથાળના પ્રસાદને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે શુદ્ધ ઘીના બદલે ભેળસેળ વાળુ ઘી ઉપયોગમાં લેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ભક્તોના આરોગ્ય સાથે ચેડાં કરીને મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવતા માઈભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement
ADVERTSIEMENT

કંપનીને કરાઈ હતી બ્લેકલિસ્ટ

જે બાદ આ મામલે વિવાદ વકરતા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને મોહનથાળનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી.

Advertisement सब्सक्राइब करें

અગાઉ વિવાદમાં આવી ચૂક્યું છે ફાઉન્ડેશન

જે બાદ માઈભક્તો પ્રસાદથી વંચિત ન રહે એ માટે અંબાજી મંદિર દ્વારા જ મોહનથાળનો પ્રસાદ અત્યાર સુધી બનાવવામાં આવતો હતો. ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ બનાવવાનો કોન્સ્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ટચ સ્ટોન ફાઉન્ડેશનનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ જ રહ્યો છે.

નાયબ મામલતદારે ફટકાર્યો હતો દંડ

2015માં આ સંસ્થાને મોહનથાળની પ્રસાદીમાં ભેળસેળ કરતા નાયબ મામલતદાર દ્વારા રંગેહાથ ઝડપી લેવાઈ હતી. જે બાદ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે ફરી આ કંપને કોન્ટ્રાક્ટ અપાયો છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.