For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

'ભણતરને માથે ચઢાવી...'- હર્ષ સંઘવીએ ડીસાની સર્વોદય સંકુલના રજત જયંતિ મહોત્સવમાં કહ્યું

10:38 PM Mar 18, 2023 IST
 ભણતરને માથે ચઢાવી      હર્ષ સંઘવીએ ડીસાની સર્વોદય સંકુલના રજત જયંતિ મહોત્સવમાં કહ્યું
Advertisement

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ડીસાના કાંટ ગામે સર્વોદય સંકુલનો રજત મહોત્સવ અને નામકરણ કાર્યક્રમ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન બન્યા હતા. જેમાં શિક્ષણ જગતના માધાંન્તાઓ સહિત અનેક સન્માનિત નગરજનો તેમજ ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

મોદી સરકારે 2023ના 75 દિવસમાં શું કર્યુંઃ નરેન્દ્ર મોદીએ આપ્યો આવો હિસાબ

માત્ર 11 વિદ્યાર્થીઓથી શરૂ થઈ સફર
ડીસાની કાંટ ખાતે ચાલતી સર્વોદય વિદ્યા સંકુલ પ્રથમ 11 વિદ્યાર્થીઓથી શરૂ થઈ હતી. જે હવે શિક્ષણ ક્ષેત્રનું વટવૃક્ષ બન્યું છે અને અહીં 3000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં વિવિધ અભ્યાસક્રમો શરૂ થયા છે. જેથી શિક્ષણ મેળવવા ઇચ્છુક તમામ વિદ્યાર્થીઓ અહીં પાતાનું શિક્ષણ અને વિવિધ અભ્યાસક્રમમાં આગળ વધી પોતાનું ભવિષ્ય નક્કી કર્યું છે. આ સંસ્થા ગરીબ શ્રમિક અને વિધવાઓના બાળકોને નિશુલ્ક શિક્ષણ આપે છે. જેમાં આ સંસ્થાને પચીસ વર્ષ પૂરા થતાં રજત જયંતિ મહોત્સવ તેમજ નામકરણ વિધિ યોજાઈ હતી. જેમાં આ પ્રસંગે ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ પતિ પ્રકાશ સંઘવી, નામકરણના દાતા અને ડીસાના જાણીતા ઉદ્યોગપતિ દિનેશચંદ્ર અગ્રવાલ, તેમજ સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

ગુજરાતીઓ માસ્ક પહેરાવાની તૈયારી કરી લોઃ કોરોનાના આંકડાઓમાં વધારો

ભણતરને માથે ચઢાવી, માતાપિતાના સંસ્કાર અને સુવિચારોને હમેશાં યાદ રાખો: હર્ષ સંઘવી
આપ સહુને ભણતર જ મંજિલ સુધી લઈ જશે, કેમકે જીવનમાં ભણતર જ જીવનનું ઘડતર નક્કી કરે છે. પરંતુ ભણતરને સ્ટેટસ સિમ્બોલ બનાવતા નહીં. તેવી ઉમદા સુજ ગૃહમંત્રી હર્ષ સંઘવી એ આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તમો ગમે તેટલા આગળ જાઓ પણ સંસ્કાર અને વતનના ઋણ ને ભૂલતા નહીં, તમે ભણતરમાં ગોખી કે યાદ રાખી વધુ માર્ક મેળવી શકશો પરંતુ સારા નાગરિક બનવા ભણતર સિવાય ઉન્નત વિચાર અને સમાજ અને લોક ઉપયોગી સેવા પણ જરૂરી છે. તે પણ સમજજો.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.