For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

'સાથે જીવશું, સાથે મરશું', જામનગરમાં વીજ શોક લાગતા યુવતીનું મોત, આઘાતમાં મંગેતરે પણ જીવન ટૂંકાવ્યું

08:16 AM Nov 15, 2023 IST
 સાથે જીવશું  સાથે મરશું   જામનગરમાં વીજ શોક લાગતા યુવતીનું મોત  આઘાતમાં મંગેતરે પણ જીવન ટૂંકાવ્યું
Advertisement

Jamnagar News: જામનગરમાં નવા વર્ષના દિવસે જ કરુણ ઘટના બની હતી. જેમાં મંગેતરનું વીજ શોક લાગતા મોત થઈ જતા. યુવકે પણ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પળવારમાં જ યુવક અને યુવતીના મોથી પરિવારના સદસ્યો પર તહેવાર ટાણે જ માથે આભ તૂટી પડ્યું છે.

Advertisement
Advertisement

8 મહિના પહેલા યુવકની સગાઈ થઈ હતી

વિગતો મુજબ, જામનગરન હાપામાં આવેલા યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષના વિક્રમ રાઠોડની 8 મહિના પહેલા જ હળવદની હર્ષિતા ઠાકોર સાથે સગાઈ થઈ હતી. દિવાળીનો તહેવાર હોવાના કારણે યુવતી પોતાના મંગેતરના ઘરે દિવાળીનો તહેવાર ઉજવવા માટે આવી હતી. બેસના વર્ષના દિવસે જ વહેલી સવારે હર્ષિતા નહાવા માટે પાણી ગરમ કરતી હતી. દરમિયાન ગીઝરને અડી જતા તેને વીજ શોક લાગ્યો હતો.

Advertisement
ADVERTSIEMENT

યુવતીનું મોત થતા યુવકે પણ ફાંસો ખાધો

આથી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે અહીં ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીનો મંગેતર વિક્રમ પણ જી.જી હોસ્પિટલ આવ્યો હતો અને ડોક્ટરોએ જેવી યુવતીને મૃત જાહેર કરી. આ બાદ તેણે પણ પોતાના ઘરે જઈ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. નવા વર્ષના દિવસે જ યુવતી અને તેના મંગેતરનું કરુણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Advertisement सब्सक्राइब करें

(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.