For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat: ISROના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદી, મીડિયાના સવાલોથી રવાના

06:48 PM Aug 25, 2023 IST
surat  isroના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદી  મીડિયાના સવાલોથી રવાના
Advertisement

સુરતઃ ઈસરો (ISRO)નું ચંદ્રયાન-3 (Chandrayaan 3) સફળ થયા પછી સુરતના મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) નામના વ્યક્તિ દ્વારા આ ચંદ્રયાન 3ની ડિઝાઈન તૈયાર કરી હોવાનું જાહેર કરતા જ ગુજરાતભરમાં ત્રિવેદી તો છા ગયે ગુરુ... બસ પછી શું વાહવાહી મળી, મીડિયામાં ઈંટરવ્યૂ થયું ત્યારે પણ ખુબ શાંતિથી તે અંગે ઈંટરવ્યૂ આપ્યું અને તે પછી પોલીસ કમિશનરે મિતુલ ત્રિવેદીને તેડુ મોકલ્યું. કારણ કે આ તરફ સામે આવ્યું કે ઈસરોમાં તો આ નામનો કોઈ કર્મચારી પણ નથી સાયંટિસ્ટની તો વાત જ જવા દો. હવે મીડિયા પણ મિતુલ ત્રિવેદીના દાવાઓ પર ભારે સવાલો સાથે પોલીસ કમિશનર કચેરી આગળ ઊભું રહી ગયું હતું. ઠેરઠેરના મીડિયા આવી પહોંચ્યા હતા. પછી તો મીડિયાના કેમેરા અને માઈક્સની વચ્ચેથી જગ્યા બનાવતા બનાવતા સટાસટ કારના દરવાજે પહોંચી કારમાં બેસીને જેમ બને એમ સ્થળ છોડવાની ઉતાવળ જોવા મળી. જ્યાં એક દિવસ પહેલા હોંશે હોંશે મીડિયા વ્હાલું લાગતું હતું ત્યાં હવે મિતુલ ત્રિવેદીને મીડિયા પરેશાન કરનારું લાગવા લાગ્યું હતું.

Advertisement
Advertisement

પોલીસ સામે મિતુલ ત્રિવેદીએ શું રજૂઆત કરી?

સુરતના આઠવાલાઈન્સની એક્સપરિમેન્ટલ શાળામાં પ્રાથમિક અભ્યાસ કરી નવયુગ કોમર્સ કોલેજમાંથી બીકોમ સાથે ગ્રેજ્યુએટ થઈ મિતુલ ત્રિવેદીએ સીએ બન્યા પછી હવે એવી સ્થિતિ છે કે મિતુલ ત્રિવેદી અંગે બધાને જાણવું છે. કારણ કે ચંદ્રયાન 3ની ડિઝાઈનીંગને લઈને પોતે કરેલી વાત પછી જ્યાં ઠેરઠેર બધાઈ હો ચાલ્યું ત્યાં હવે શું મિતુલ ત્રિવેદી કોઈ મહાઠગ છે કે કેમ તે અંગેનું ચિત્ર ઉપસવા લાગ્યું હતું. જેને લઈને આ અંગેના જવાબો મળવા જરૂરી છે. પહેલા મિતુલ ત્રિવેદીએ કહ્યું કે પોતે સાયન્સ ફેકલ્ટીની કોઈ ઉચ્ચ ડીગ્રી ના હોવા છતા માત્ર વૈદીક ગણિતના ઊંડા અભ્યાસ અને નિપૂણતાને કારણે અમેરિકાની જાણિતી NASAએ તેમને સંશોધન માટે બોલાવ્યા હતા ત્યાં વૈદીક ગણિતને લગતા ત્રણ વિભાગના તે પ્રમુખ બન્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

સ્ટાઇલિશ ગુજ્જુ બોયએ રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો ડંકો વગાડ્યોઃ કચ્છના ચેતનની કહાની મનોબળ મક્કમ કરનારી

દાવાઓ તો એવા પણ કર્યા હતા કે પોતે સુરતાના ભોયરાઓમાં પણ ઘણું રિસર્ચ કર્યું છે. દરમિયાનમાં એવું પણ કહ્યું કે પોતે ચંદ્રયાન 3ની ડિઝાન બનાવી છે. 2011થી ઈસરો અને 2013થી નાસામાં કામ કરે છે. હવે આવા દાવાઓને લઈને પોલીસ પણ વચ્ચે પડી છે કે આ વ્યક્તિ લોકોને મુર્ખ બનાવવા નિકળેલો મહાઠગ છે કે ખરેખરમાં ઈતિહાસકાર, વૈદીક શાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે બુહુમુખી પ્રતિભાઓ ધરાવનાર ઈસરોના વૈજ્ઞાનીક છે? પોલીસે મિતુલને તેડુ મોકલ્યું ત્યાં તે અહીં મીડિયાથી ઘેરાઈ જતા કોઈક અધિકારીને ફોન લગાવે છે અને ઓફિસમાં કોઈને મળ્યા કે ના મળ્યા જેવું કરી ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા.

Advertisement सब्सक्राइब करें

જોકે અહીં મીડિયા સતત સવાલો કરી રહ્યું હતું ત્યારે મિતુલ ત્રિવેદીએ એટલું જ કહ્યું કે, પોતે અહીં ઈસરો સાથેના કોન્ટ્રાક્ટ લેટર અને તે સહિતના અન્ય ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા આવ્યો હતો. જે પછી પોતાની પત્ની સાથે તે પછી તેમણે ત્યાંથી નીકળી જવામાં જ જાણે ચાલાકી સમજી હોય તેમ ત્યાંથી રવાનગી પકડી લીધી હતી.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.