For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat માં રખડતા ઢોરને અડફેટે એક યુવકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

03:46 PM Nov 05, 2023 IST
surat માં રખડતા ઢોરને અડફેટે એક યુવકનું મોત  એક ગંભીર રીતે ઘાયલ
Surat Man death
Advertisement

Surat News : સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ત છે. હાઇકોર્ટે પણ અનેકવાર સરકારનું નાક કાપ્યા છતા સરકાર કે તંત્ર હવે જાણે કે આ આમલે રિઢા થઇ ચુક્યા છે. રખડતા ઢોર મામલે કોર્ટમાં અલગ રજુઆત હોય છે જ્યારે રાજ્યમાં અલગ જ સ્થિતિ જોવા મળતી હોય છે. સામાન્ય નાગરિકો રખડતા ઢોરની સમસ્યાથી ખુબ જ પરેશાન થઇ ચુક્યા છે.

Advertisement
Advertisement

સુરતમાં રખડતા ઢોરે એક 22 વર્ષીય યુવકનો ભોગ લીધો છે. બે સગાભાઇઓ બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તા પર એક પશુ આવી જતા પટકાયા હતા. ડાયમંડ ફેક્ટરીથી પરત ફરી રહેલા બંન્ને ભાઇઓના રખડતા ઢોરના કારણે અકસ્માત નડ્યો. બાઇક પરથી પટકાવાને કારણે નાના ભાઇનું મોત નિપજ્યું છે. રત્નકલાકાર ભાઇઓ ઓલપાડ ઓમના ગામના રહેવાસી છે અને બંન્ને સગાભાઇઓ છે. તુષાર નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે મોટા ભાઇને હાથનું હાડકું તુટી જતા હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું.

Advertisement
ADVERTSIEMENT

રખડતા ઢોરનો ત્રાસ સુરત હોય કે ગુજરાતનો કોઇ પણ હિસ્સો હોય અસહ્ય થઇ ચુક્યો છે. કોર્પોરેશન ઢોર પકડવા જાય ત્યા ઢોરના માલિકો પણ ઘણી વખત ઢોર જેવું જ વર્તન કરતા હોય છે. મારામારી કરીને પોતાના ઢોર છોડાવી જાય છે. બીજી તરફ સરકાર પણ પોતાના મતની લાલચે કોઇ કડક કાયદો લાવવા અસમર્થ છે. અગાઉ કાયદો લાવીને પરત પણ ખેંચી ચુકી છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.