Surat માં નકલી આધારકાર્ડના આધારે બેંકોને કરોડોનો ચુંનો ચોપડવાનું કૌભાંડ
Surat News : ઓનલાઇન માધ્યમથી બોગસ પાનકાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનું વેચાણ કરનાર સાયબર ક્રાઇમના માસ્ટર આરોપી આસામના કરીમગંજ ખાતેથી તથા અન્ય એક આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી લીધો છે. ઇકો સેલ દ્વારા બંન્ને આરોપીની ધરપકડ કરીને દેશમાં ફેલાયેલા બોગસ ડોક્યુમેન્ટના કારોબાર પર પ્રતિબંધ લગાવવા માટે મોટી કાર્યવાહી કરી હતી.
સુરત પોલીસને વધારે એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ઇકો સેલની ટીમે આધારકાર્ડ કૌભાંડના માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યો છે. સુરતના ખોટા આઇ.ડી પ્રુફ રજુ કરીને લોન લઇને બેંકને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. આ મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આધારકાર્ડ કૌભાંડ મામલે સુરત પોલીસે વધારે 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. નકલી આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવી આરોપીઓ કૌભાંડ ચલાવતા હતા. તેના આધારે બોગસ જીએસટી નંબર મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવાતા હતા. લોન લઇને કૌભાંડ આચરવામાં આવતું હતું.
વેબસાઇટ અને પોર્ટલ પર બોગસ આધારકાર્ડ બનાવાયા
સુરત પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તપાસ તેજ કરી છે. ઉંડાણપુર્વક તપાસ કરતા અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની પણ સંભાવના હતી. પકડાયેલ આરોપી પ્રિન્સ હેમંત પ્રસાદની પુછપરછ દરમિયાન વેબસાઇટ અને પોર્ટલ પર બોગસ આધારકાર્ડ બનાવ્યા હોવાની વાત તપાસમાં સામે આવી હતી.

AHK વેબ સોલ્યુશન નામની સાઇટ પર બોગસ ડોક્યુમેન્ટ બનાવતા હતા. બોગસ આધારકાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવનારા માસ્ટર માઇન્ડ આરોપી અમીરુ હબ ખાનની ધરપકડ કરી છે. આ મામલે પૃથ્વીરાજ સાગર નામનો વ્યક્તિ ટેક્નિકલ બાબતે સપોર્ટ કરતો હતો. તેની પણ ધરપકડ કરાઇ છે.
સમગ્ર મામલે કેન્દ્રીય એજન્સીઓનું ધ્યાન દોરવામાં આવ્યું
બોગસ આધાર ચૂંટણી કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ માત્ર રૂપિયા 15 અને 25 અને 50 રૂપિયાના બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોટે ભાગે આ ગેંગ બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન લેતી હતી. સુરત પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. સુરત ઇકો સેલ દ્વારા સમગ્ર કૌભાંડ ઝડપી લેવાયું છે. પકડાયેલા આરોપી દ્વારા આસામ નીલમ બજારમાંથી રેકેટ ચાલતું હતું. જે બાંગ્લાદેશથી માત્ર 20 કિલોમીટર દુર છે. આરોપી AHK વેબ સોલ્યુશન નામની વેબસાઇટ ચલાવતો હતો.