For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat crime News: સામાન્ય બોલાચાલી થતા મિત્રએ જ કરી હતી મિત્ર ની હત્યા, હત્યારો ઝડપાયો

08:51 PM Sep 22, 2023 IST
surat crime news  સામાન્ય બોલાચાલી થતા મિત્રએ જ કરી હતી મિત્ર ની હત્યા  હત્યારો ઝડપાયો
Advertisement

Surat crime News: સુરત શહેરના ભેસ્તાન વિસ્તારની ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા સુરત મહાનગર પાલિકાના ગાર્ડનની અંદર ૪૦ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસ તપાસ કરી રહી હતી. આ ગુનાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી કાઢ્યો છે, પાંડેસરા પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે તેમજ હત્યા કરનાર આરોપી, મૃતકનો મિત્ર જ હોવાનું બહાર આવ્યું હતું અને સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

Advertisement
Advertisement

Ambaji Bhadarvi Poonam Update: પગપાળા ભક્તો સાથે અમદાવાદથી અંબાજી પહોંચી 52 ગજની ધજા, કરો દર્શન

મિત્રએ ગાળો આપતા લાગી આવ્યું અને કરી દીધી હત્યા

સુરત પોલીસના ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, મૂળ યુપીના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ડાઈંગ મિલમાં નોકરી કરતા ૪૦ વર્ષીય કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદની ગત ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના ભેસ્તાન સ્થિત ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલા ગાર્ડનની અંદર તેની હત્યા કરી દેવામાં આવી હતી, બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, આ ઘટનામાં પાંડેસરા પોલીસે મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસ્તાન ખાતે રહેતા 36 વર્ષીય આરોપી અમાવસ રામપરવેશ મહતોની ધરપકડ કરી છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે મદનલાલ ઢીંગરા ગાર્ડનમાં તેઓ બેઠા હતા ત્યારે મૃતક તથા આરોપી વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઇ હતી જેથી મૃતકે આરોપીને ગાળો આપતા આરોપી અમાવસને લાગી આવ્યું હતું અને તે નજીકમાં આવેલા ખાતામાંથી લાકડાનો ફટકો લાવીને મૃતક કલ્લુ નિશાદના માથાના ભાગે ઉપરા છાપરી ફટકા મારતા તેને ગંભીર ઈજા પહોચી હતી અને તેનું મોત થયું હતું. પાંડેસરા પોલીસે આવી રીતે હત્યાના મામલાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Advertisement
ADVERTSIEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)
Advertisement सब्सक्राइब करें
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.