For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

મુસ્લિમ વેશ ધરી સુરત પોલીસે હત્યાના ગુનામાં આવી રીતે મેળવી સફળતાઃ જહેમત રંગ લાવી

10:59 PM Aug 29, 2023 IST
મુસ્લિમ વેશ ધરી સુરત પોલીસે હત્યાના ગુનામાં આવી રીતે મેળવી સફળતાઃ જહેમત રંગ લાવી
Advertisement

Surat News: પોલીસ ડાયરીમાં ફરાર થઈ ગયેલા ગુનેગારોને પકડવા પોલીસને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલીકવાર પોલીસને પોતાનો દેખાવ પણ બદલવો પડે છે, અહીં સુધી કે ઘણી વખત તો ખર્ચા પણ પોતાના જ ખિસ્સાથી કાઢવાના થાય છે, જવાનું અન્ય રાજ્યોમાં અને પોતાના ખિસ્સાનો ખર્ચ સાથે અને રિસ્ક પણ એટલું જ. આવી ભારે મહેનતે તો તેમને ગુનેગારોને પકડવામાં સફળતા મળે છે. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2017માં બનેલી એક હત્યાના કેસમાં ફરાર મુસ્લિમ દંપતીને પકડવા માટે વેશ બદલવો પડ્યો હતો, ત્યારબાદ 7 વર્ષથી ફરાર મુસ્લિમ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Advertisement
ADVERTSIEMENT

શું બની હતી ઘટના?

સુરતના ભેસ્તાનની વિનાયક રેસીડેન્સી પાસેના ખુલ્લા મેદાનમાં ગત વર્ષ 2017માં 18 વર્ષના મો. ફકરુદ્દીન મો. મોઈન શેખની અત્યંત ક્રુરતાથી કાપી નાખીને હત્યા કરાયેલું માથું મળી આવ્યું હતું. આ વ્યક્તિ મૂળ બિહારનો અને સુરતમાં ઉન ભીંડી બજારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. બે દિવસ પછી હાથ-પગ વગરનું ધડ ભેસ્તાન નજીક સોનારી ગામ નજીકની ખાડી કિનારે ઝાડીમાંથી મળ્યું હતું. જોકે આટલી ક્રુર હત્યા કરનારાઓને પકડવાનો હોઈ હિંમતી પોલીસ અધિકારીઓએ કમર કસી લીધી હતી. દરમિયાનમાં સુરત પોલીસના હાથે બે બે કિશોરો આવ્યા અને તેમણે પોલીસને કેટલીક વિગતો આપતા જાણકારી ચોંકાવનારી સામે આવી, ખબર પડી કે મૂભ બિહારનો મોતીહારીનો વતની આરોપી અકબર અલી મો. સફાયત શેખ તેના વતન અને આસપાસના ગામોથી ગરીબ બાળકોને રોજગારી આપવાના બહાને સુરત લાવતો હતો.

Advertisement सब्सक्राइब करें

Chandrayaan 3ની સિદ્ધિમાં પોતાની પ્રસિદ્ધિ કરનાર નીકળ્યો ‘ફેંકુ’- સુરત પોલીસે કરી ધરપકડ

જે પછી સુરતમાં સચિન જીઆઈડીસી ઉન ભીંડી બજારના નાસીમાં નગરમાં સાડી વર્કનું કામ કરાવતો, પણ પગાર આપતો નહીં માત્ર જમવાનું આપતો. જેને પગલે ફકરુદ્દીને તેની સાથેના બે મિત્ર ઈસરાફી અને ઈસરાઈલને નોકરી છોડી વતન જતા રહ્યા. મામલો જાણી જતા અકબરઅલીએ તેની 29 વર્ષની પત્ની અફ્સાના બેગમની સાથે જઈને રસ્તામાંથી તેને પકડી લાવ્યો. જે પછી કામમાં ભુલ કાઢી એક દિવસ લોખંડના સળિયાથી માર મારતા ફકરુદ્દીનનું મોત થયું હતું. જે પછી લાશનો નિકાલ કરવા માટે મોટા ચપ્પુ લાવીને તેની પત્ની અને બે કિશોરો સાથે મળીને લાશના ટુકડા કરી નાખ્યા. અને બધું અલગ અલગ ઠેકાંણે ફેંક્યું. જે પછી દંપતી તો ફરાર થઈ ગયું હતું.

હૈદરાબાદનું લોકેશન મળતા શરૂ કરી દબોચી લેવાની તજવીજ

હવે જ્યારે પોલીસને તેનો પત્તો મળ્યો ત્યારે તે હૈદરાબાદમાં હોવાનું સામે આવ્યું હતું. નંબર સર્વેલન્સના આધારે પોલીસે બંનેનું લોકેશન શોધી કાઢ્યું. જ્યાં પત્તો મળતા પીએસઆઈ જયશ્રી દેસાઈ, હે. કો. દિગ્વિજયસિંહ અજીતસિંહ, હરિસિંહ તથા પો. કો. સિદ્ધરાજસિંહ દ્વારા મુસ્લિમ વેશ ધારણ કરી પાંચ દિવસ મહેનત કરીને સુલેમાન નગરથી આરોપી દંપતીને ઝડપ્યા હતા. આ હત્યાને અંજામ આપનારાઓને હવે જેલના સળિયા ગણવા પડશે.

(સંજયસિંહ રાઠોડ,સુરત)
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.