For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરતમાં કરોડોના વ્યવહાર ખોરવાયાઃ 27 ડાયમંડ કંપનીઓના બેન્ક એકાઉન્ટ થયા ફ્રીઝ, જાણો કેમ?

09:15 PM Aug 16, 2023 IST
સુરતમાં કરોડોના વ્યવહાર ખોરવાયાઃ 27 ડાયમંડ કંપનીઓના બેન્ક એકાઉન્ટ થયા ફ્રીઝ  જાણો કેમ
Advertisement

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતની હીરા પેઢીઓને બેંકોએ જાણ કરી ત્યારે ખબર પડી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, કોઇ કારણ આપ્યા બેંકોએ પોલીસે કહ્યું એટલે એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા, તેલંગાના, કેરાલા જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની ફરિયાદને આધાર બનાવીને મોટી કંપનીઓના બેંક અકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવી દીધા

Advertisement
Advertisement

અન્ય રાજ્યોની પોલીસના આદેશ અને એકાઉન્ટ ફ્રીઝ

તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરિયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે. બેંકોએ પણ પરરાજ્યોની પોલીસે આપેલી સૂચનાનું પાલન કરી પૂરેપૂરો કેસ જાણ્યા વગર હાલ તો હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.

Advertisement
ADVERTSIEMENT

આપદા પર ઘા! તુર્કી, પાકિસ્તાનથી આવ્યું પશ્ચિમી વિક્ષોભના કારણે સર્જાઇ તબાહી

સુરત પોલીસ કમિશનરને કરી રજૂઆત

હીરા ઉદ્યોગના અગ્રણી અને જીજેઇપીસીના ડિરેક્ટર દિનેશ નાવડીયાએ કહ્યું કે, આ અંગે સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરિયાદ મળી છે. પર રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે મેં સુરતના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી છે. આવતીકાલ ગુરુવારે સવારે જે વેપારીઓના એકાઉન્ટ બિનજરૂરી રીતે ફ્રિઝ કરાયા છે તેઓ એડિશનલ કમિશનર શરદ સિંઘલને રૂબરૂ રજૂઆત કરવા જવાના છે.

Advertisement सब्सक्राइब करें

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, પ્રથમદર્શી નજરે જોતા એવું જણાય છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે. બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરિયાદ છે, જે વ્યક્તિના એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમની સાઇકલમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઊભી કરી આપી છે. વેપારીઓની એવી પણ ફરિયાદો હતી કે પરરાજ્યોની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે અને બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પડાતી હોવાની ફરિયાદો પણ મળી છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.