For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરતમાં દહીં હાંડીમાં સ્ટંટ કરવા જતા વધુ એક યુવક દાઝ્યો, મોઢામાં પ્રવાહી ભરીને આગ છોડતા ચહેરો સળગ્યો

12:15 PM Sep 08, 2023 IST
સુરતમાં દહીં હાંડીમાં સ્ટંટ કરવા જતા વધુ એક યુવક દાઝ્યો  મોઢામાં પ્રવાહી ભરીને આગ છોડતા ચહેરો સળગ્યો
Advertisement

Surat News: સુરતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમના આયોજનમાં દહીં હાંડી વખતે ફરી એકવાર દુર્ઘટના ઘટી હતી. જેમાં દહીં હાંડીના કાર્યક્રમમાં મોઢામાં પ્રવાહી ભરીને આગ સાથે સ્ટંટ કરનારા યુવકનું મોઢું સળગી ઉઠ્યું હતું. જે બાદ બાજુમાં ઊભેલા મિત્રોએ પાણી નાખીને આગ બુજાવી દીધી હતી. આ પહેલા સુરતની એક કોલેજના કેમ્પસમાં પણ આ પ્રહારે આગથી દાજી જવાની ઘટના બની હતી.

Advertisement
Advertisement

યુવક સ્ટંટ કરવા જતા દાઝ્યો

સુરતના ઉધનામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન લોકોનું મનોરંજન કરવા કેટલાક યુવાનો સ્ટંટ કરી રહ્યા હતા. જેમાં એક યુવક મોઢામાં પ્રવાહી ભરીને આગના ખેલ બતાવી રહ્યો હતો. પરંતુ અચાનક આગની લપેટમાં યુવક આવી ગયો હતો. જેના કારણે તેનો ચહેરો દાઝી ગયો હતો. એટલામાં અન્ય યુવકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

ગઈકાલે કોલેજમાં પણ બની હતી ઘટના

નોંધનીય છે કે, આ પહેલા સુરતની એસ.ડી જૈન કોલેજના કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મટકી ફોડવા માટે આવેલી ગોવિંદાની ટોળકીમાંથી એક યુવક સ્ટંટ કરી રહ્યો હતો. અને પોતાના મોઢામાં જ્વલંતશીપ પ્રવાહી ભરીને આગની જ્વાળીઓ ઉડાવી રહ્યો હતો. દરમિયાન પ્રવાહી યુવક પર પડતા તેનો ચહેરો દાજી ગયો હતો.

Advertisement सब्सक्राइब करें

 

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.