For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

દારુની હેરાફેરીમાં જ પોલીસઃ સુરતના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સામે FIR, થઈ ધરપકડ

10:33 PM Aug 25, 2023 IST
Advertisement

સંજયસિંહ રાઠોડ.સુરતઃ કાયદાના રક્ષકો જ્યારે ભક્ષક બની જાય ત્યારે કોની પાસે અપેક્ષા રાખવી એક સવાલ ઊભો થાય છે. કાયદાના રક્ષક એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાની કરતૂતોએ પોલીસ વિભાગના એ અધિકારીઓ અને કર્મચારીઓ પર લાંછન લગાવ્યું છે જે પ્રામાણિક્તાથી પોતાની ડ્યૂટી કરે છે અને તેમની સંખ્યા ઘણી વધારે છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે વરાછા પોલીસે હોમગાર્ડની ધરપકડ કરી છે જ્યારે કોન્સ્ટેબલની ધરપકડ કરવા માટે ચક્રો ગતિવાન કર્યા છે.

Advertisement
Advertisement

બાતમી મળી અને બંનેએ કર્યું આવું કામ

વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આ ઈસમનું નામ મિલન વિરાણી છે. જે વરાછા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. હોમગાર્ડ મિલન વિરાણીની પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરવા બદલ કરવામાં આવી છે. સુરત પોલીસના ડીસીપી ભક્તિ ઠાકર એ જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલાં નાઇટમાં પીસીઆરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લખન ભરતભાઈ અને મિલન વિરાણીને વાતમી મળી હતી કે કોઈ ગાડીમાં દારૂ આવવાનો છે અને એ દારૂ કોઈ બીજા માણસને ડિલેવરી આપવાની છે. આ વાતની આધારે પીસીઆરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરત અને હોમગાર્ડ મિલન વિરાણી પટેલ નગર સોસાયટીમાં પાર્ક કરેલી swift કાર પાસે પહોંચી ડિલેવરી લેવા આવવાની માણસની રાહ જોતા હતા.

Advertisement
ADVERTSIEMENT

Punjab Politics: પંજાબમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન, ભગવંત માનની ખુરશી જઇ શકે છે

તેમણે કહ્યું કે, દરમિયાનમાં એક બાઈક વાળો માણસ બીજા બે માણસને કાર પાસે ઉતારી ગયો હતો ત્યારે આ લોકો કારની ચેકિંગ કરતા એમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મી અને હોમગાર્ડ બંને માણસો સાથે કારને અશ્વિનીકુમાર રોડ વિસ્તારના બ્રિજ પાસે લઈ ગયા હતા. જ્યાં માણસોની અવર-જવર ઓછી હતી. આ જગ્યા ઉપર પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાની પોતાની પર્સનલ કારમાં દારૂ નાખી ત્યાં સરદાર પોલીસ ચોકીની પાછળ આવેલી એસએમસીની પાર્કિંગમાં કાર પાર્ક કરી દીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ લખન ભરતભાઈ અને હોમગાર્ડ મિલન દ્વારા કરવામાં આવેલી દારૂની હેરાફેરી બાબતે વરાછા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી અને વરાછા પોલીસે એ જગ્યા ઉપર જઈને રેડ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે હોમગાર્ડ મિલનની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ખાતાકીય પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગંભીર પ્રકારના ના મામલાની તપાસ એસીપી બી ડિવિજન ને આપવામાં આવી છે. એક થી દોઢ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.