સુરતમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા યુવકનો ચહેરો આંખના પલકારામાં આગમાં લપેટાઈ ગયો, VIDEO
Surat Fire Incident: સુરતમાં જન્માષ્ટમીના તહેવારમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરવા જતા યુવક મરતા-મરતા બચી ગયો. યુવક પોતાના મોઢામાંથી આગની જ્વાળાઓ છોડી રહ્યો હતો. દરમિયાન અચાનક તેના મોંઢામાંથી જ્વલનશીલ પ્રવાહી છોડતા જ તેનો ચહેરો આગમાં લપેટાઈ ગયો હતો અને યુવક ગંભીર રીતે દાજી ગયો હતો. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.
કોલેજમાં મટકી ફોડનું આયોજન કરાયું હતું
વિગતો મુજબ, સુરતની એસ.ડી જૈન કોલેજના કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મટકી ફોડવા માટે આવેલી ગોવિંદાની ટોળકીમાંથી એક યુવક સ્ટંટ કરી રહ્યો હતો. અને પોતાના મોઢામાં જ્વલંતશીપ પ્રવાહી ભરીને આગની જ્વાળીઓ ઉડાવી રહ્યો હતો. દરમિયાન પ્રવાહી યુવક પર પડતા તેનો ચહેરો દાજી ગયો હતો.
સુરતમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરવા જતા યુવકનો ચહેરો સળગ્યો#SuratNews #GujaratiNews #Janmashtami pic.twitter.com/iQH39zvM2t
Advertisement सब्सक्राइब करें— Gujarat Tak (@GujaratTak) September 7, 2023
યુવકનો ચહેરો દાજી ગયો
આગ લાગતા જ યુવકે પ્રવાહીને ફેંકી દઈને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ યુવકને આ રીતે સળગતા જોઈને ત્યાં ઊભેલા અન્ય ગોવિંદા પણ તેને મદદ કરવા માટે દોડ્યા હતા. જોકે સદનસીબે યુવકને વધુ ઈજા પહોંચી નહોતી અને તે બચી ગયો હતો. પરંતુ તેનો ચહેરો દાજી ગયો હતો.