For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીઓએ જપ્ત કરેલો દારૂ ચોર્યો! પરિજનોનોનો પોલીસ સ્ટેશને ભારે હોબાળો

02:57 PM Nov 13, 2023 IST
સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીઓએ જપ્ત કરેલો દારૂ ચોર્યો  પરિજનોનોનો પોલીસ સ્ટેશને ભારે હોબાળો
Advertisement

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં પોલીસનો નાશ કરવાનો દારૂ પોલીસ કર્મીઓએ જ ચોરી કર્યો હોવાનો મામલે પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચ્યો હતો. આરોપી પોલીસકર્મીઓના પરિજનોનો આરોપ છે કે ખોટી રીતે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને લઈને તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને હોબાળો મચાવતા આરોપી પોલીસકર્મીઓને અન્ય પોલીસ સ્ટેશને લઈ જવા પડ્યા હતા.

Advertisement
Advertisement

3 પોલીસકર્મીઓએ જપ્ત કરેલો દારૂ ચોર્યો!

વિગતો મુજબ, પાટડી ડિવિઝન દ્વારા ઝડપવામાં આવેલા દારૂને નાશ કરવા માટે લઈ જવાતો હતો. દરમિયાન 3 પોલીસકર્મીઓ અને GRD જવાને ભેગા મળીને દારૂ સગેવગે કરી નાખ્યો હતો. જે બાદ આ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધીને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસકર્મીઓના સગાઓએ પાટડી પોલીસ સ્ટેશન પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમનો આરોપ છે કે, દારૂ ચોરી કર્યા હોવાના કોઈપણ પુરાવા વગર પોલીસે ગુનો દાખલ કરી નાખ્યો છે.

Advertisement
ADVERTSIEMENT

કારમાં પોલીસે જ દારૂ મૂક્યો હોવાનો આરોપ

પોલીસ સ્ટેશનમાં હોબાળો થતા પાટડીના ધારાસભ્ય પી.કે પરમાર ત્યાં પહોંચી ગયા હતા અને સમજાટ કરીને ટોળાની રજૂઆત સાંભળી હતી. પકડાયેલા પોલીસકર્મીઓના પરિજનોનો આરોપ છે કે, પોલીસકર્મીઓની કાર ઘરેથી બોલાવીને તેમાં 606 બોટલ દારૂ મૂકીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ટોળું વધી જતા વાતાવરણ ગંભીર બને તે પહેલા જ પોલીસકર્મીઓને પાટડી પોલીસ સ્ટેશનથી ધ્રાંગધ્રા લઈ જવામાં આવ્યા હતા.

Advertisement सब्सक्राइब करें

(ઈનપુટ: સાજિદ બેલિમ, સુરેન્દ્રનગર)

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.