ભારત જીતશે કે ઓસ્ટ્રેલિયા? બુકીઓએ અત્યારથી જ મોટો અને સ્પષ્ટ સંકેત આપી દીધો
World Cup Final 2023 : ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 240 રન સુધી જ સિમિત રહી હતી. આ રીતે પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 241 રન બનાવવા પડશે. ભારત માટે, વિરાટ કોહલી અને કેએલ રાહુલે પચાસ રનનો આંકડો પાર કર્યો, પરંતુ આ સિવાય બાકીના ભારતીય બેટ્સમેનોની પાસે ઓસ્ટ્રેલિયાની શાનદાર વ્યૂહરચનાનો કોઈ જવાબ નહોતો. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ લગભગ તમામ ભારતીય બેટ્સમેનોનું હોમવર્ક કરીને આવી હતી.
બુકીઓના અંદાજ પ્રમાણે ભારત મેચ જીતી રહ્યું છે
જો કે આ તમામ વચ્ચે બુકીઓની અલગ જ દુનિયા છે અને તેના અંદાજા ઘણી વખત ખુબ જ સટીક રહેતા હોય છે. તેવામાં બુકીઓનો પહેલો અંદાજ તો સાચો પડ્યો હતો. જેમાં બુકીઓ દ્વારા ભારતનો સ્કોર 240 થી 245 વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ એકદમ સાચા રહ્યા હતા. બુકી દ્વારા હવે ઓસ્ટ્રેલિયન ટીમ 210 રન બનાવશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેવામાં જો બુકીઓનો અંદાજ સાચો પડે છે તો ભારત વર્લ્ડ કપ જીતી રહ્યું છે. જો કે આ બુકીઓ દ્વારા લગાવાયેલા અંદાચ છે.

સર્વેમાં 58 ટકા લોકો ઓસ્ટ્રેલિયા જીતે તેવું માને છે
બીજી તરફ વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવતા સર્વેમાં આંકડા સતત બદલતા રહે છે. પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ પડી ચુકી છે ત્યારે થયેલા એક સર્વેમાં 42 ટકા લોકો માને છે કે, ભારત જીતશે જ્યારે 58 ટકા લોકો ઓસ્ટ્રેલિયા જીતે તેમ માને છે. હવે સંપુર્ણ દારોમદાર ભારતીય બોલર્સ પર છે. ફિલ્ડિંગમાં સતત ગાબડા જોવા મળી રહ્યા છે ત્યારે ફિલ્ડિંગ ખુબ જ ચુસ્ત કરવાની જરૂરની સાથે સાથે બોલર્સ પર સૌથી વધારે આધાર છે.
જ્યોતિષિઓ અને બુકીઓ ભારતની જીત બતાવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોતિષિઓ દ્વારા પહેલા જ ભવિષ્યવાણી કરી દેવાઇ છે કે, ભારતીય ટીમ જ જીતી રહી છે. વિવિધ ગ્રહ નક્ષત્રોના અભ્યાસ બાદ જ્યોતિષિઓનો અંદાજ છે કે, ભારતીય ટીમના ગ્રહો અને નક્ષત્રો ખુબ જ મજબુત છે. માટે ભારતીય ટીમ જીતી રહી છે. તેવામાં બુકી અને જ્યોતિષીઓનો અંદાજ ભારત તરફી જોવા મળી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપ ભારત જીતશે કે ઓસ્ટ્રેલિયા તે તો સમય જ કહેશે.