For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

લિવ-ઈનમાં રહેતા મહિલા કોન્સ્ટેબલનું ફરીથી અપહરણ, ડભોઈમાં પ્રેમીના ઘરેથી 15 શખ્સો ઉઠાવી ગયા

10:46 PM Nov 18, 2023 IST
લિવ ઈનમાં રહેતા મહિલા કોન્સ્ટેબલનું ફરીથી અપહરણ  ડભોઈમાં પ્રેમીના ઘરેથી 15 શખ્સો ઉઠાવી ગયા
Advertisement

Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા મોટા હબીપુરા ગામે રહેતા અને રાજકોટ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ફરીતી અપહરણ થયું છે. વિધર્મી યુવક સાથે મૈત્રી કરારમાં રહેતા મહિલા કોન્સ્ટેબલનું ઘરેથી 15 જેટલા શખ્સોએ હુમલો કરીને અપહરણ કર્યું છે. આ મામલે ડભોઈ પોલીસમાં 15 જેટલા શખ્સો સામે અપહરણ અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

લિવ-ઈનમાં રહેતા હતા મહિલા કોન્સ્ટેબલ

વિગતો મુજબ, મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મોટા હબીપુરા ગામમાં સદ્દામહુસેન ગરાસિયા નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે. શનિવારે સવારે 15 જેટલા શખ્સો હથિયાર સાથે મણીબેનના ઘરમાં ઘુસી આવ્યા હતા અને તેમણે મહિલા કોન્સ્ટેબલ તથા તેમના પ્રેમી સદ્દામને માર માર્યો હતો અને બાદમાં મણીબેનને ઉઠાવીને પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલે સદ્દામે 15 જેટલા શખ્સો સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
ADVERTSIEMENT

અગાઉ પણ પ્રેમી સાથે ફરાર થયા હતા

ખાસ છે કે, આ પહેલા પણ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું અપહરણ થયું હોવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે ઘટનાના 3 દિવસ બાદ તેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી વિધર્મી પ્રેમી સાથે મળી આવ્યા હતા.

Advertisement सब्सक्राइब करें

 

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.