For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અમદાવાદમાં વર્લ્ડ કપ: ફેન્સ ટિકિટ માટે, એરફોર્સ રિહર્સલ માટે, પોલીસના બંદોબસ્ત માટે આંટાફેરા

08:00 PM Nov 16, 2023 IST
અમદાવાદમાં વર્લ્ડ કપ  ફેન્સ ટિકિટ માટે  એરફોર્સ રિહર્સલ માટે  પોલીસના બંદોબસ્ત માટે આંટાફેરા
World Cup Final 2023
Advertisement

અમદાવાદ : શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે. ફાઇનલ મેચના પગલે અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસીકો ફાઇનલની ટિકિટ લેવા માટે સ્ટેડિયમ ખાતે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન ટિકિટ ન મળતા લોકો સ્ટેડિયમ ખાતે ઘસારો જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

ફાઇનલને ગણતરીના દિવસો બાકી છે

ફાઇનલ મેચને હવે ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ સ્ટેડિયમ બહાર ભારતીય ટીમની ટી શર્મ તેમજ ટોપીના સ્ટોલ અત્યારથી જ શરૂ થઇ ચુક્યા છે. સ્ટેડિયમ બહાર પાથરણાવાળા ટીમ ઇન્ડીયાની ટોપી, ટી-શર્ટ વેચવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફાઇનલ મેચ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તંત્ર પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

Advertisement
ADVERTSIEMENT

અત્યારથી જ હોટલો ફુલ અને બેફામ ભાવ

19 નવેમ્બરના રોજ યોજાનારી ફાઇનલ મેચના કારણે અત્યારથી જ હોટલોમાં લોકો આવવાના શરૂ થઇ ચુક્યા છે. અમદાવાદમાં મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો કરવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદ એરફોર્સ દ્વારા પર્ફોમન્સ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. નરેનદ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સના વિમાનો દિલધડક કરતબ દર્શાવે તેવી શક્યતા છે.

Advertisement सब्सक्राइब करें

અમદાવાદ આવતી તમામ ફ્લાઇટના ભાવ મોંઘા

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આવતી ફ્લાઇટ અને હોટલોની કિંમતમાં રાતોરાત વધારો થયો છે. તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ વધારી દેવાયું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆરપી સહિતનો વધારાનો ફોર્સ પણ બોલાવી લેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.