અમદાવાદમાં 5 સિક્યોરિટી ગાર્ડે ફ્લેટમાં ઘુસી 19 વર્ષની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી, લૂંટ મચાવી
Ahmedabad News: અમદાવાદના પોશ વિસ્તાર એવા શીલજમાં ફ્લેટ ઘુસીને પાંચ સિક્યોરિટી ગાર્ડ દ્વારા ઘરઘાટી યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. આ બાદ તમામે ઘરમાં લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. જોકે બનાસકાંઠાના પાલનપુરમાં તમામ દુષ્કર્મીઓને પોલીસે પકડી લીધા હતા.
ફ્લેટમાં એકલા રહેતી બે યુવતીઓને નિશાન બનાવી
વિગતો મુજબ, શીલજમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 41 વર્ષની મહિલા એકલી રહે છે અને જમીન લે-વેચનું કામ કરે છે. મહિલાના ઘરે 19 વર્ષની યુવતી ઘરઘાટી તરીકે રહેતી હતી. ગુરુવારે રાત્રે ફ્લેટની લાઈટો જતી રહેતા પાંચ જેટલા સિક્યોરિટી ગાર્ડ યુવકો મહિલાને ધક્કો મારીને ઘરમાં ઘુસી આવ્યા હતા અને મહિલાના મોઢા પર ટેપ મારીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓ પોતાને કેન્સર હોવાનું કહેતા આરોપીઓએ ઘરમાં લૂંટ મચાવી હતી અને ઘરઘાટી તરીકે કામ કરતી 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા.
પંજાબ ભાગતા પહેલા પાલનપુરથી પકડાયા
દુષ્કર્મના આરોપીઓમાંથી એક સિક્યોરિટી ગાર્ડ પોતે તે જ ફ્લેટમાં નોકરી કરતો હતો. આથી તેનો અન્ય ગાર્ડ સાથે મુલાકાત થઈ હતી. ફ્લેટમાં ઘણા સમયથી બે યુવતીઓ એકલી જોતા તેઓ ભેગા મળીને ફ્લેટમાં ઘુસીને દુષ્કર્મ આચરી લૂંટની ફીરાકમાં હતા. ઘટનાને અંજામ આપી તમામ કાર ચોરીને ભાગી ગયા હતા અને બાદમાં રસ્તામાં કાર મૂકી ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને પંજાબ જવા નીકલ્યા હતા. દરમિયાન મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેતા પાલનપુર અરોમા સર્કલ પાસે નાકાબંધી કરીને પોલીસે અમૃતપાલ સિંહ, મનજિસિંહ, રાહુલ સિંહ કોસાવા કાચી, હરિઓમ અને સુખવિંદરસિંગને ઝડપી લીધા હતા.
