અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ-VIP લોન્ચના ચાર્જમાં વધારો અદાણી ગ્રુપે પાછો ખેંચ્યો
Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટ માટે વપરાતા જનરલ એવિએશન ટર્મિનલના ઉપયોગ માટે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જરો પાસેથી વસૂલાતા ચાર્જમાં વધારો કરાયો હતો. જેનો ભારે વિરોધ થતા આ મામલે વિવાદ થયો હતો. 1લી સપ્ટેમ્બરથી અમલી બનેલા આ વધારાના નિર્ણયને હવે અદાણી જૂથ દ્વારા આ વધારો પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અદાણી જૂથ દ્વારા અચાનક ચાર્ટર્ડ ફ્લાઈટ માટેના ચાર્જમાં 10 ગણો વધારો કરી દેવામાં આવ્યો હતો. અદાણી મેનેજમેન્ટ દ્વારા 1લી સપ્ટેમ્બરથી જનરલ એવિએશન માટે 8 પેસેન્જર સુધી 9440 ચાર્જ લેવાતો તેને વધારીને 6 પેસેન્જરોના 11,800 કરી દેવાયા હતા. જ્યારે VIP લોન્જમાં બે કલાક સુધી 6 પેસેન્જર માટે 5000ને વધારીને 6000 કરી દેવાયા હતા. વાઈબ્રન્ટ સમિટ પહેલા જ આ વધારાના કારણે એરલાઈન્સ કંપનીઓએ વાંધો ઉઠાવ્યો હતો. અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સાથે જ એરલાઈન્સ કંપનીઓએ આ મામલે AERA એરપોર્ટના રેટ નક્કી કરતું હોવાનું જણાવી સરકારને મધ્યસ્થી કરવા માંગ કરી હતી. જે બાદ અદાણી ગ્રુપ દ્વારા જૂના દરો જ યથાવત રાખવાનો નિર્ણય આખરે લેવામાં આવ્યો છે.
