For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

બીમારીથી કંટાળી આધેડે માર્યું ગળામાં ચાકુ, અમદાવાદ સિવિલના તબીબોએ દર્દીને આપ્યું નવું જીવન

12:54 PM Nov 10, 2023 IST
બીમારીથી કંટાળી આધેડે માર્યું ગળામાં ચાકુ  અમદાવાદ સિવિલના તબીબોએ દર્દીને આપ્યું નવું જીવન
Advertisement

Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સૂઝબૂઝના કારણે દર્દીનો જીવ બચી ગયો છે. નાના ચિલોડાના 57 વર્ષીય વિનોદભાઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ નવજીવન આપ્યું છે. હાલ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ચારેય બાજુ પ્રશાંસા થઈ રહી છે.

Advertisement
Advertisement

ગળામાં ચાકુ ઘુસાડી કર્યો આપઘાતનો પ્રયાસ

આ અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના નાના ચિલોડા ખાતે રહેતા વિનોદભાઈ પટની (ઉં.વ 57)એ માનસિક બીમારીથી કંટાળીને ગળાના ભાગે ચાકુ ઘુસાડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તાત્કાલિક તેમને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દર્દીના ગળામાં ચાકુનો અણીવાળો ભાગ ગળાની ધમનીની ઉપર હતો, જેથી નસ કપાઈ જાય તો દર્દીને બચાવવા મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ હતી.

Advertisement
ADVERTSIEMENT

ડોક્ટરોએ કરી સારવાર

જેથી હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ એકપણ મિનિટની રાહ જોયા વગર ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈ એન ટી વિભાગના ડો. ઈલા ઉપાધ્યાય, ડો.દેવાંગ ગુપ્તાની ટીમ દ્વારા કાળજીપૂર્વક ગળામાં ઘુસેલા ચાકુને ઓપરેશન કર્યા બહાર કાઢવામાં આવ્યું હતું.

Advertisement सब्सक्राइब करें

તબીબોએ દર્દીને આપ્યું નવું જીવન

આ અંગે સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે, આ કેસમાં દર્દીના જીવનું જોખમ હતું. તબીબોએ દર્દીને નવુજીવન આપ્યું છે. હાલ તેમની તબિયત સારી છે.

 

 

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.