For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક એજન્સીઓ સાથે મળી મહારાષ્ટ્રમાંથી 8 દિવસમાં 430 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

08:56 AM Oct 30, 2023 IST
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક એજન્સીઓ સાથે મળી મહારાષ્ટ્રમાંથી 8 દિવસમાં 430 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
Advertisement

Ahmedabad News: ગુજરાતમાં ક્યારેક દરિયાકાંઠેથી તો ક્યારેક બોર્ડર રાજ્યમાંથી ડ્રગ્સની ઘુસણખોરી થતી સામે આવી ચૂકી છે. પોલીસ દ્વારા રાજ્યમાંથી હજારો કરોડનું ડ્રગ્સ અત્યાર સુધીમાં પકડવામાં આવ્યું છે. ત્યારે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુણેમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. પુણે પ્રાદેશિક એકમ DRT અને અમદાવાદ DRI તથા ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા 20 ઓક્ટોબરના રોજ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

પુણેમાંથી 250 કરોડનું ડ્રગ્સ મળ્યું

જેમાં NDPS એક્ટ હેઠળ આશરે રૂ. 250 કરોડની ગેરકાયદેસર બજાર કિંમત ધરાવતા મેફેડ્રોન, કેટામાઇન અને કોકેન જપ્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીના માલિક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

ઔરંગાબાદમાંથી પણ ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ

ઉપરોક્ત કેસમાં સતત અને ઝડપી તપાસના પરિણામે, DRI અધિકારીઓએ 28 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) ખાતે નાર્કોટીક્સના ઉત્પાદન/સંગ્રહ સાથે સંકળાયેલી વધુ એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

Advertisement सब्सक्राइब करें

M/s Apex Medichem Pvt. નામની કંપનીની બે ફેક્ટરીની જગ્યામાં સર્ચ હાથ ધરાતા લગભગ 107 લિટર પ્રવાહી મેફેડ્રોન રિકવર થયું હતું. આ માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદે બજાર કિંમત આશરે રૂ. 160 કરોડ હોવાનું નોંધાયું છે. NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તમામ રિકવર કરાયેલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. ફેક્ટરીના માલિક અને વેરહાઉસ મેનેજર સહિત NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

DRI દ્વારા કરાયેલી કાર્યવાહી આ સિન્થેટિક ડ્રગ્સના વપરાશમાં થઈ રહેલો વધારો અને ઔદ્યોગિક એકમોના દુરુપયોગ પર પ્રકાશ પાડે છે. આ ઓપરેશન દેશમાં નાર્કોટિક્સના જોખમને પહોંચી વળવા માટે આંતર-એજન્સી સહયોગના મહત્વને પણ પ્રકાશિત કરે છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.