For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અમદાવાદમાં World Cup ફાઈનલને લઈને AMTS-BRTS તથા મેટ્રોના સમયમાં ફેરફાર, આ રસ્તાઓ બંધ રહેશે

07:50 PM Nov 17, 2023 IST
અમદાવાદમાં world cup ફાઈનલને લઈને amts brts તથા મેટ્રોના સમયમાં ફેરફાર  આ રસ્તાઓ બંધ રહેશે
Advertisement

Ahmedabad News: અમદાવાદમાં આગામી રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ ફાઈનલ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મેચ જોવા માટે 1 લાખથી પણ વધુ પ્રક્ષકો સ્ટેડિયમમાં આવશે. તો PM મોદી અને અમિત શાહના પણ આવવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં પ્રક્ષકોની સંખ્યાને લઈને AMTS, BRTS તથા અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

મેટ્રો તથા બસ સેવા રાત્રે 1 વાગ્યા સુધી દોડશે

અમદાવાદમાં રવિવારે ફાઈનલના દિવસે સવારે 6.20 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેચના દિવસે પ્લાસ્ટિકના ટોકન કરતા મુસાફરો માટે પેપરની ટિકિટ અમલમાં મુકાશે. 10 વાગ્યા બાદ સાબરમતી મેટ્રો સ્ટેશન તથા અન્ય સ્ટેશન પર એક જ એક્ઝિટ ગેટ ખુલ્લો રહેશે. તો AMTS તથા BRTS બસો સવારે 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી દોડાવાશે. BRTS દ્વારા કુલ 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે.

Advertisement
ADVERTSIEMENT

સ્ટેડિયમ તરફના આ રસ્તાઓ બંધ રહેશે

અમદાવાદમાં મેચના દિવસે VVIPની હાજરી રહેશે. તથા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો આવશે. ત્યારે મેચના દિવસે સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

Advertisement सब्सक्राइब करें

ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટાર્સ કરશે પરફોર્મ

નોંધનીય છે કે, વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે સૂર્યકિરણ ટીમ આકાશામં વિમાનથી કરતબો બતાવશે અને પ્રેક્ષકોનું મનોરંજન કરશે. તો મેચમાં અમેરિકન પોપ સિંગર દુઆ લિપા પણ પરફોર્મ કરે તેવી અટકળો ચાલી રહી છે. તો ખલાસી ફેમ સિંગર આદિત્ય ગઢવી અને સિંગર તથા કમ્પોઝર પ્રિતમ ચક્રબોર્તી પણ પરફોર્મ કરી શકે છે. મેચમાં કપિલ દેવ, ધોની, સેહવાગ, સચિન સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજરી આપશે.

બોલિવૂડ સેલેબ્સ પણ રહેશે હાજર

માત્ર ક્રિકેટ જગત જ નહીં વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા માટે બોલિવૂડ તથા સાઉથના સ્ટાર્સને પણ આમંત્રણ અપાયું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, રજનીકાંત, નાગાર્જુન અને રામચરણને પણ આમંત્રણ અપાયું છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.