For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અમદાવાદમાં પણ માત્ર 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ અપાઈ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

11:36 PM Nov 04, 2023 IST
અમદાવાદમાં પણ માત્ર 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ અપાઈ  પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Advertisement

Ahmedabad News: રાજકોટ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ રાજકોટ શહેરની જેમ જ અમદાવાદ શહેરમાં દિવાળીમાં રાત્રે 2 કલાક સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

Advertisement
Advertisement

કયા સમયમાં ફોડી શકાશે ફટાકડા?

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા દિવાળીના તહેવારમાં ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગના બનાવો તથા જાહેર જનતાની સલામતીના ભાગ રૂપે ફટાકડાની ખરીદી તથા વેચાણ માટેનું જાહેરનામું બહાર પડાયું છે. જે મુજબ શહેરીજનો રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. આ બાદ ફટાકડ ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement
ADVERTSIEMENT

સાયલન્ટ ઝોનમાં નહીં ફોડી શકાય ફટાકડા

જાહેરનામામાં જણાવ્યા મુજબ, હોસ્પિટલ, નર્સિંગ હોમ, સ્કૂલ, કોર્ટ, એરપોર્ટ, પેટ્રોલ પંપ તથા ધાર્મિક સ્થાનોનો 100 મીટરનો વિસ્તાર સાયલન્ટ ઝોન ગણાશે. આ જગ્યાએ ફટાકડા ફોડી શકાશે નહીં. જોકે નતૂન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ જાહેરમાનામાો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ છે કે રાજકોટમાં પણ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.