For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

BREAKING: ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકા વધારાની જાહેરાત, ગ્રેડ-પે મુજબ કોને કેટલો વધારો? જાણો

04:22 PM Oct 18, 2023 IST
breaking  ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકા વધારાની જાહેરાત  ગ્રેડ પે મુજબ કોને કેટલો વધારો  જાણો
Advertisement

Fix Pay Employee: ગુજરાતમાં ફિક્સ પેના હજારો કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. ત્યારે દિવાળી પહેલા સરકારે આ કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. ફિક્સ પેના કર્મચારીઓને પગારમાં સરકારે 30 ટકાનો વધારો આપ્યો છે. આ પગાર વધારાનો લાભ 1લી ઓગસ્ટથી જ તમામ કર્મચારીઓને મળવા લાગશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

61,500થી વધુ કર્મચારીઓને લાભ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી 1લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે.

Advertisement
ADVERTSIEMENT

ગ્રેડ પે મુજબ કોનો કેટલો પગાર વધશે?

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.

Advertisement सब्सक्राइब करें

વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.