સરકારી કર્મચારીઓની દિવાળી! સળંગ 5 દિવસનું 'મિની વેકેશન' મળશે, સરકારની જાહેરાત
Diwali Vacation: દિવાળીના તહેવારમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રજા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને દિવાળીમાં સળંગ 5 દિવસનું વેકેશન મળે તે માટે સામાન્ય વહિવટી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીઓને 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સળંગ 5 દિવસની રજા મળશે તેનો હુકમ કર્યો છે.
11થી 15 નવેમ્બર સુધી સરકારી કર્મચારીઓને રજા
11 નવેમ્બરના રોજ બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા છે. 12 નવેમ્બરે રવિવાર અને દિવાળીના તહેવારના લીધે જાહેર રજા છે જ્યારે 14 નવેમ્બરે મંગળવારે વિક્રંમ સંવત અને નૂતન દિવસની રજા છે. તો 15 તારીખે બુધવારે પણ ભાઈબીજના તહેવારને લઈને જાહેર રજા છે. એવામાં 13 નવેમ્બરના રોજ પણ સરકારી કર્મચારીઓને રજા આપવામાં આવી છે. જેથી તેઓ દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે સારી રીતે ઉજવી શકે. આમ સરકારી કર્મચારીઓને 11થી લઈને 15 નવેમ્બર સુધી સળંગ રજાઓ મળશે. સામાન્ય વહિવટ વિભાગનો આ પરીપત્ર પંચાયત, રાજ્ય સરકારના બોર્ડ તથા કોર્પોરેશન સહિતના કર્મચારીઓને લાગુ પડશે.
