ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી! કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી શકે સરકાર
Fix Pay Employee: ગુજરાતમાં ફિક્સ પેના હજારો કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ બધા વચ્ચે મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દિવાળી પહેલા જ ફિક્સ પેના કર્મચારીઓ માટે આજે મોટી જાહેરાત કરી શકે છે અને કર્મચારીઓને પગાર વધારો આપી શકે છે. જોકે હજુ આ માટે સત્તાવાર આદેશ કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે.
પગારમાં કેટલો વધારો થઈ શકે?
રાજ્યના હજારો ફિક્સ પે કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ફિક્સ પેના કર્મીઓના પગાર વધારાને મંજૂરી અપાઈ છે. લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. સૂત્રો મુજબ ફિક્સ પેમાં 30 ટકાના વધારાની જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે.
હજારો ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકાર આજે આપી શકે છે ખુશખબર.. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે ફિક્સ પે ના મુદ્દા ઉપર મુદ્દત પડી ગયા બાદ દિવાળી પછી સુનાવણીના થયેલા નિર્ણયને પગલે આજે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત.. ફિક્સ પે માં વધારાની અટકળો વચ્ચે ધારણા કરતા પણ વધારે વધારો આવે તેવી…
Advertisement सब्सक्राइब करें— Deepak rajani (@deepakrajani123) October 18, 2023