For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
Whatsapp share Whatsapp share

Farziના શાહિદ કપુર બનવા નીકળ્યા પણ અમદાવાદ પોલીસે નકલી નોટો સાથે પકડી પાડ્યા, પકડ્યું કારખાનું

06:51 PM Mar 21, 2023 IST

અમદાવાદઃ હાલમાં જ Farzi વેબ સિરિઝમાં શાહીદ કપુરનો રોલ ઘણો વખણાયો હતો. જોકે રિયલ લાઈફમાં નકલી નોટો છાપીને ક્યારેય કોઈના દિવસો ભરાયા ન હોય તેવું બનતું નથી. ગુનાખોરીનો અંત જેલ છે તે પણ એટલી જ સમજવાની જરૂર છે. અમદાવાદમાં નકલી નોટોનો વધુ એક વખત વેપલો પકડાયો છે. અમદાવાદની સરદારનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે બે અલગ અલગ કાર્યવાહીમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. 500 અને 100ના દરની નકલી નોટો છાપતા શખ્સો પણ પકડાયા છે જ્યારે ક્રાઈમની ટીમે નકલી નોટો છાપવાનું કારખાનું પણ પકડી પાડ્યું છે.

ભારત પાકિસ્તાન મેચને લઈ શાહિદ આફ્રિદીએ વડાપ્રધાન મોદીને કરી વિનંતી, જાણો શું કહ્યું

Advertisement

25 લાખની મત્તા ઝડપાઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાંથી એક ઈકો કારમાં શૈલેષ ક્રિશ્ચન નામનો વ્યક્તિ નકલી નોટો લઈને જઈ રહ્યો છે. પોલીસે માહિતીને આધારે ઈકો કારને અટકાવી તપાસ કરી તો તેમાંથી શૈલેષ પાસેથી 500ના દરની દસ લાખની નોટો મળી આવી હતી. 20 બંડલ નકલી નોટો મળી આવતા પોલીસે શૈલેષની પુછપરછ કરી તો જાણવા મળ્યું કે તેનો મિત્ર પરાગ ઉર્ફે પકો વાણયા તથા અન્ય બે મિત્ર દાસ્તાન સર્કલ પાસે આવેલું મકાન ભાડે રાખી ત્યાં કલર પ્રિન્ટરથી નકલી નોટો બનાવતા હતા. પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓને પકડ્યા છે અને 25 લાખની કુલ નકલી નોટો કબ્જે કરી છે. આમ નકલી નોટો બજારમાં ફરતી થાય તે પહેલા જ પોલીસે પકડી પાડી હતી. જોકે હજુ પણ આ શખ્સોએ શરૂઆતમાં ક્યાંય નકલી નોટો ફેરવી છે કે કેમ તે સહિતના પ્રશ્નોનો જવાબ પોલીસ આગામી કાર્યવાહીમાં મેળવશે.

Advertisement

અતિક અહેમદને કંઇક થયું કે શું? અચાનક હર્ષ સંઘવી કાર્યક્રમ અધુરો છોડીને સેન્ટ્રલ જેલ જવા રવાના

કોમ્પ્યુટરમાં કરતા હતા ડિઝાઈન
પોલીસે આ ઘટનામાં પરાગ અને શૈલેષ ઉપરાંત જગ્દીશકુમાર પટેલ અને બ્રિજેશ પટેલનામના બે શખ્સોને પણ પકડ્યા છે. તેમની પાસેથી પોલીસને માહિતી મળી કે તેઓ છેલ્લા દોઢ મહિનાથી અહીં ભાડે મકાન રાખીને નકલી નોટો છાપતા હતા. આ પ્લાન પરાગનો હતો અને તેમણે ફર્જી વેબ સીરિઝની જેમ શોર્ટકટમાં રૂપિયા કમાવા પ્રિન્ટર અને પેપર કટર સહિતની સામગ્રીઓનો ઉપયોગ કર્યો હતો. પરાગ કોમ્પ્યુટર પર 500 અને 200ની નોટોને ડિઝાઈન કરતો અને પછી તેને પ્રિન્ટ કરતા હતા. તેઓ માર્કેટમાં અડધી કિંમતે નોટો ફેરવવાના પ્લાનીંગમાં હતા. તેમની પાસેથી પોલીસે કટર, કાગળ, લેપટોપ, મોબાઈલ, કાર, પ્રિન્ટીંગ મશીન સહિતની વસ્તુઓ મળી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

Advertisement

Advertisement

સરદારનગરમાં 2ના 5નો ભાવ આપી નોટો ફેરવવાના હતા
આ તરફ સરદારનગર પોલીસને પણ એક મોટી સફળતા હાથ લાગી હતી. અહીં પાલવ હોટલના રૂમમાં બેસીને કેટલાક શખ્સો નકલી નોટો છાપતા હતા. જેની વિગતો પોલીસને મળતા જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નકલી નોટો, પ્રિન્ટર, કાગળો, ક્રેડિટ કાર્ડ વગેરે સહિતની મત્તા સાથે સંજય માળી, જયદીપ સોલંકી અને ભરત ચાવડા પકડાઈ ગયા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે ભરત આ પ્લાનનો માસ્ટર માઈન્ડ હતો. સંજય માળી સાથે મળીને નકલી નોટો બનાવવાનું તેમણે શરૂ કર્યું હતું. આ લોકો પ્રિન્ટ કરવા એ4 સાઈઝના કાગળ લાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

હોમ હોમ વીડિયો વીડિયો શોર્ટ્સ શોર્ટ્સ ફોટો ગેલેરી ફોટો ગેલેરી