For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Cyclone Alert: ગુજરાત પર 'તેજ' વાવાઝોડાનું જોખમ, અરબી સમુદ્રમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ

08:33 AM Oct 19, 2023 IST
cyclone alert  ગુજરાત પર  તેજ  વાવાઝોડાનું જોખમ  અરબી સમુદ્રમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ
Advertisement

Ahmedabad News: ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં વધુ એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના પગલે 21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જે કારણે દરિયામાં એક ચક્રવાત બની રહ્યું છે અને તેને 'તેજ' નામ આપવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

અરબી સમુદ્રમાં 2023ની શરૂઆતથી સક્રિયતા જોવા મળી રહી છે આ કારણે ગુજરાતના વાતાવરણ પર અસર થઈ રહી છે. હાલમાં ચોમાસું પૂરું થયા બાદ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાવાઝોડાની અસરથી ઊભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. 'તેજ' વાવાઝોડા દરમિયાન ગુજરાતમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ હાલમાં આ સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે અને માછીમારોને અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ તથા દક્ષિણ મધ્યમાં ન જવા માટે સૂચના આપી છે.

Advertisement
ADVERTSIEMENT

ભારતના પશ્ચિમી રાજ્યોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના

વાવાઝોડાની તીવ્રતા વિશે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ દક્ષિણ પૂર્વ અર સાગર અને કેરળના કાંઠે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે 22મી ઓક્ટોબર સુધીમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આથી ભારતના પશ્ચિમી રાજ્યોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. જોકે હાલમાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જાય તેવી પણ શક્યતા છે. આ લો પ્રેશરમાંથી વાવાઝોડું બન્યા બાદ જ તેનો ટ્રેક નક્કી થઈ શકશે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.