For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

ગુજરાતમાં કેસરની ખેતીનો પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર થઈ સફળ ખેતી

02:27 PM Nov 09, 2023 IST
ગુજરાતમાં કેસરની ખેતીનો પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર થઈ સફળ ખેતી
Advertisement

Gandhinagar News: ગુજરાતમાં ખેતી ક્ષેત્રે પણ અવનવા પ્રયોગો હાથ ધરીને નવા છોડ લેવા માટે પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. ત્યારે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરમાં કાશ્મીરમાં ઉગતા કેસરને સફળતા પૂર્વક ઉગાડવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

10x10 વિસ્તારમાં કેસરની ખેતી

યુનિવર્સિટીના કેમ્પસમાં જ 10x10 ફૂટ વિસ્તારમાં એરોપોનિક્સ પદ્ધતિથી જમીન અને પાણી વિના સફળતાપૂર્વક કેસરની ખેતી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિથી કેસરના વર્ષમાં બેના બદલે ચાર વખત પાક લઈ શકાય છે અને કેસરનું ઉત્પાદન પણ વધે છે અને તેના માટે લાગતો સમય ઘટી જાય છે. આ પદ્ધતિથી ખેતીમાં પાણી કે માટી વિના કૃત્રિત વાતાવરણની રચના કરવામાં આવે છે અને તેમાં કેસરની ખેતી કરવામાં આવે છે.

Advertisement
ADVERTSIEMENT

વર્ષમાં ચાર વખત લઈ શકાશે કેસરનો પાક

સ્વર્ણિમ યુનિ.માં એરોપોનિક્સ સેફ્રન ફાર્મિંગના સહ-સ્થાપક સાહિલ નિનામાએ જણાવ્યું હતું કે, ભારતમાં કેસરની ખેતી જમ્મુ-કાશ્મીરમાં એક જ વખત થાય છે. એરોપોનિક્સ પદ્ધતિથી અમે યુનિવર્સિટીના કેમ્પસમાં જ 10x10 ફૂટના વિસ્તારમાં સફળતાપૂર્વક ખેતી કરીને ઉગાડ્યું છે. આ પદ્ધતિથી વર્ષમાં એકવારને બદલે 4 વખત પાક લઈ શકાય છે.

Advertisement सब्सक्राइब करें

આગળ જતા હવે તેમનો પ્લાન ગુજરાતની જ જમીન તેમજ વપરાયા વિનાની જમીનમાં કેસરની ખેતી કરવાનો છે. ખેતી માટે તેમણે રૂ.3 લાખનું રોકાણ કર્યું છે અને 100 કિલો ગાંઠમાંથી 500થી 600 ગ્રામ કેસરની ઉપજ પણ મેળવી છે. હાલમાં આ કેસરના પાકને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.