For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

ગુજરાતના TATA ગ્રુપ સાથે MOU: ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ ગીગા ફેક્ટરી, જાણો સમગ્ર વિગત

10:33 PM Jun 02, 2023 IST
ગુજરાતના tata ગ્રુપ સાથે mou  ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ ગીગા ફેક્ટરી  જાણો સમગ્ર વિગત
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા.

Advertisement
Advertisement

નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે ટાટા ગ્રુપ સાથે આ MoU કરવામાં આવ્યા છે. ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MoU ની પરસ્પર આપ-લે કરી હતી. ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે. ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે.

Advertisement
ADVERTSIEMENT

લોકોને મુર્ખ બનાવામાં બુદ્ધીનું દેવાળીયુંઃ સુરતમાં ગાંધીજીને હાર ચઢાવવા મુકાયેલી સ્ટીલની સીડિનો રૂ.7.86 લાખ ભાવ

13000થી વધુને મળશે રોજગારીઃ સરકાર
એટલું જ નહીં, આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે. ગુજરાત સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે, તેવો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement

બેટરી મેન્યૂફેક્ચરીંગ ઈકો સિસ્ટમ સ્થાપિત થશે- સરકાર
સરકારના દાવા પ્રમાણે, ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી. આ MoU સાઇનીંગ દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

(ઈનપુટઃ બ્રિજેશ દોશી, ગાંધીનગર)

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.