Ahmedabad News: 9 લોકોના કચડનાર નબીરા તથ્ય પટેલની દિવાળી જેલમાં જ જશે, જામીન અરજી ન આવ્યો નિર્ણય
Tathya Patel News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લેનારા નબીરા તથ્ય પટેલે દિવાળી પહેલા જેલમાંથી બહાર નીકળવા માટે જામીન અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં તથ્યના વકિલ મારફતે નિયમિત જામીન પર તથ્યને મુક્ત કરવા માટે માંગ કરવામાં આવી હતી, જોકે આ સુનાવણી પર મુદત પડતા જામીન પર વધુ સુનાવણી 1 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આમ તથ્ય પટેલની દિવાળી જેલમાં જ પસાર થશે.
તથ્ય સામે કઈ કલમો હેઠળ ગુનો?
તથ્ય પટેલ સામે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોને કચડી નાખવા મામલે IPCની કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કલમ 177, 189 અને 134 અંતર્ગત ગુનો નોંધાયેલો છે.
ખાસ છે કે, થોડા દિવસો પહેલા જ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલને શરતી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. પિતા જેલની બહાર દિવાળી કરશે, પરંતુ તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.
