For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

વર્લ્ડકપ ફાઈનલની તડામાર તૈયારીઓ, હોટલો-ફ્લાઈટ્સના ભાવ આસમાને; PM મોદી-અમિત શાહ આવશે અમદાવાદ

11:22 AM Nov 17, 2023 IST
વર્લ્ડકપ ફાઈનલની તડામાર તૈયારીઓ  હોટલો ફ્લાઈટ્સના ભાવ આસમાને  pm મોદી અમિત શાહ આવશે અમદાવાદ
Advertisement

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ પહોંચશે. તેમની સાથે દેશના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

Advertisement
Advertisement

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આમંત્રણ

એટલું જ નહીં આ મેચ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આશા છે કે ઓસ્ટ્રેલિયાના પીએમ અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે. જોકે, હજુ બંને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમવા મેદાનમાં ઉતરશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.

Advertisement
ADVERTSIEMENT

કડક સુરક્ષા વચ્ચે અમદાવાદ પહોંચશે PM મોદી

હાલ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી કરવામાં આવી રહ્યો છે. લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન 19મી નવેમ્બરે બપોર બાદ અમદાવાદ પહોંચશે. મેચ નિહાળ્યા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. અહીંથી બીજા જ દિવસે 20મી નવેમ્બરે સવારે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રવાસ માટે રવાના થશે.

Advertisement सब्सक्राइब करें

અત્યારથી જ હોટલો ફુલ અને બેફામ ભાવ

19 નવેમ્બરના રોજ યોજાનારી ફાઇનલ મેચના કારણે અત્યારથી જ હોટલોમાં લોકો આવવાના શરૂ થઇ ચુક્યા છે. અમદાવાદમાં મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો કરવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદ એરફોર્સ દ્વારા પર્ફોમન્સ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. નરેનદ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સના વિમાનો દિલધડક કરતબ દર્શાવે તેવી શક્યતા છે.

અમદાવાદ આવતી તમામ ફ્લાઇટના ભાવ મોંઘા

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આવતી ફ્લાઇટ અને હોટલોની કિંમતમાં રાતોરાત વધારો થયો છે. તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ વધારી દેવાયું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆરપી સહિતનો વધારાનો ફોર્સ પણ બોલાવી લેવામાં આવ્યો છે.

20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ

આ મેચ એટલા માટે પણ રોમાંચક બનવાની છે, કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ફરી એકવાર સામસામે હશે. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 2003 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ ટાઈટલ મેચ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ભારતીય ટીમની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી. રિકી પોન્ટિંગ કાંગારૂ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.