For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Morbi બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે, હાઇકોર્ટે કહ્યું વેકેશન પછી આવો

05:51 PM Nov 10, 2023 IST
morbi બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે   હાઇકોર્ટે કહ્યું વેકેશન પછી આવો
Jaysukh Patel Bail
Advertisement

અમદાવાદ : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના સંચાલક અને કેસના આરોપી જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માંગ કરી હતી. આ બાબતે મૃતકોનાં પરિવાર દ્વારા જયસુખ પટેલ દ્વારા અરજીનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટ જયસુખ પટેલના હંગામી જામીન અરજી અને નિયમિત જામીન માટેની અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓરેવા કંપનીના સંચાલક અને કંપનીના આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે.

Advertisement
Advertisement

ઓરેવાના મેનેજર અને સિક્યુરિટી સહિતના સ્ટાફને જામીન

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ કોર્ટને શરતી જામીન પર મુક્ત કર્યા છે. રાજકોટ અને મોરબીમાં તેમને ન પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.

Advertisement
ADVERTSIEMENT

શું હતી મોરબી બ્રિજ દુર્ઘટના

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રાજાશાહી કાલીન એક ઝુલતો બ્રિજ હતો. જેને ઓરેવા કંપની દ્વારા 2 કરોડના ખર્ચે રિનોવેટ કર્યો હતો. સીએફએલ અને LED બલ્બમાં 1 વર્ષની ગેરેંટી આપતી કંપનીએ બનાવેલો પુલ 1 જ મહીનો ટક્યો હતો. 26 ઓક્ટોબર, 2022 ના દિવસે મોરબીનો ઝુલતો પુલ ખુલ્લો મુકાયો હતો. જે 5 જ દિવસની અંદર તુટી ગયો હતો. જેમા 135 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ ઓરેવાના MD જયસુખ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યાર બાદ તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો હતો.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.