BREAKING NEWS: સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના નવા મેયરની કરાઈ જાહેરાત
Mayor News: ભાજપ હસ્તકની સુરત મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર પદે દક્ષેશ માવાણીની પસંદગી કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયરના પદે ડો. નરેશ પાટીલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તો શશિબેન ધર્માત્મા ત્રિપાઠીને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.
રાજકોટમાં નયનાબેન પેઢડિયા નવા મેયર
રાજકોટમાં પણ મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત થઈ ગઈ છે. જેમાં નયના બેન પેઢડિયાને રાજકોટના મેયર જાહેર કરવામાં આવ્યા છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈમીન ઠાકર અને ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે.
ભાવનગર-જામનગરને પણ મળ્યા નવા મેયર
જામનગરમાં પણ મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ છે. જેમાં જામનગર શહેરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ભાવનગરના મેયર તરીકે ભરત બારડના નામની અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામની જાહેરાત કરાઈ છે.
આ પહેલા સોમવારે અમદાવાદ-વડોદરાના મેયરની જાહેરાત
ખાસ છે કે, આ પહેલા ગઈકાલે વડોદરા અને અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓની પણ 2.5 વર્ષની ટર્મ માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નવા મેયર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલને ડેપ્યુટી મેયર બનાવાયા હતા. તો દેવાંગ દાણીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગૌરાંપ પ્રજાપતિને મૂકવામાં આવ્યા હતા.
તો વડોદરાના મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર બન્યા અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરવામાં આવી. તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ પર ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી.
(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ-સુરત, નિલેશ શિશાંગિયા-રાજકોટ)