For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

ગૌતમ અદાણી 24,733 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં, તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન

06:42 PM Jun 01, 2023 IST
ગૌતમ અદાણી 24 733 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં  તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન
Advertisement

નવી દિલ્હી: ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી પરથી હિંડનબર્ગની અસર ઘટતી જાય છે. અદાણીની સ્થિતિ મજબૂત કરતા જોવા મળી રહ્યા છે. આ માટે અદાણી એક ખાસ યોજના હેઠળ આગળ વધી રહી છે. અને આ ક્રમમાં તેણે હવે એક મોટી યોજના બનાવી છે. અદાણી ગ્રુપ તેની ત્રણ કંપનીઓના શેર વેચીને 3 બિલિયન ડોલરની થી વધુ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ, ગ્રુપ સંસ્થાકીય રોકાણકારોને અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીના શેર વેચશે.

Advertisement
Advertisement

ત્રણ કંપનીઓ આ રીતે ભંડોળ એકત્ર કરશે
પીટીઆઈના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝની સાથે અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ સભ્યોએ સંસ્થાકીય રોકાણકારોને શેરના વેચાણને મંજૂરી આપી છે. ગ્રુપ આ બંને કંપનીઓના શેરના વેચાણ દ્વારા 2.5 બિલિયન ડોલર એટલે કે (રૂ. 21,000 કરોડ) એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય અદાણી ગ્રીન એનર્જીના શેરના વેચાણથી 1 બિલિયન ડોલરની રકમ એકત્ર કરવાની યોજના બનાવવામાં આવી છે. અહેવાલમાં એવી ધારણા છે કે અદાણી ગ્રીનનું બોર્ડ પણ આગામી એક કે બે સપ્તાહમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.

Advertisement
ADVERTSIEMENT

હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી પ્રથમ મોટું પગલું
24 જાન્યુઆરી, 2023 ના રોજ, અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથ પર એક સંશોધન અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગૌતમ અદાણીને ભારે નાણાકીય નુકસાન થયું હતું. હવે અદાણીના આ પગલાને પુનરાગમન તરીકે જોવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે બંને કંપનીઓએ તેમના શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે.

Advertisement

એકઠી કરેલી રકમ અહીં વાપરવામાં આવશે
અદાણી ગ્રીનની બેઠક આ મહિને જ એકાદ-બે અઠવાડિયામાં યોજાય તેવી શક્યતા છે અને એવી ધારણા છે કે બોર્ડ આ દરખાસ્તને મંજૂરી આપશે. ત્યારબાદ અદાણી ગ્રીન એનર્જી પણ ભંડોળ એકત્ર કરવા માટે શેરધારકો પાસેથી મંજૂરી માંગશે. જો આ રીતે જોવામાં આવે તો અદાણી ગ્રુપની યોજના તેની ત્રણ કંપનીઓના શેર વેચીને લગભગ 3.5 બિલિયન ડોલર એકત્ર કરવાની છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપ આ વધેલી રકમનો ઉપયોગ તેના મૂડી ખર્ચને પહોંચી વળવા કરશે.

બીજા ક્વાર્ટર સુધીમાં ભંડોળ એકત્ર કરવાની તૈયારી
અદાણી ગ્રૂપના ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QII)ને શેર વેચીને ભંડોળ ઊભું કરવાની આ પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં પૂર્ણ થઈ શકે છે. પીટીઆઈના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે યુરોપ અને મધ્ય પૂર્વના રોકાણકારોએ આ માટે રસ દાખવ્યો છે. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક વર્તમાન રોકાણકારોની સાથે નવા રોકાણકારો પણ આ ઓફર સ્વીકારી શકે છે.

અદાણીના શેરમાં અપર સર્કિટ
ગૌતમ અદાણીના આ પ્લાનના સમાચાર આવતાની સાથે જ તેની અસર કંપનીના શેર પર પણ જોવા મળી રહી છે. ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ ત્રણેય શેરોમાં તેજી જોવા મળી હતી. દરમિયાન, અદાણી ટ્રાન્સમિશનનો શેરમાં અપાર સર્કિટ લાગી હતી.આ શેર 5 ટકાના વધારા સાથે રૂ. 815.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 2,504.30 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે અદાણી ગ્રીન એનર્જીનો શેર 2 ટકાના ઉછાળા સાથે રૂ. 991.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.