For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement

Multibagger Stock: ત્રણ વર્ષમાં બનાવ્યા માલામાલ, એક લાખ રૂપિયાના બન્યા 50 લાખ... જાણો આ શેર વિશે

06:35 AM Mar 18, 2023 IST
multibagger stock  ત્રણ વર્ષમાં બનાવ્યા માલામાલ  એક લાખ રૂપિયાના  બન્યા  50 લાખ    જાણો આ શેર વિશે

નવી દિલ્હી: મિડકેપ કંપની લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી એ માર્ચ 2020 થી તેના રોકાણકારોને લગભગ 57 ગણું વળતર આપ્યું છે. 27 માર્ચ 2020 ના રોજ તેના શેરની કિંમત માત્ર 5.10 રૂપિયા હતી.

Advertisement

શેરબજાર ભલે ઉતાર-ચઢાવથી ભરેલો બિઝનેસ હોય, પરંતુ તેમાં કેટલાક સ્ટોક એવા સાબિત થાય છે, જે રોકાણકારને માલામાલ બનાવવાનું કામ કરે છે. કેટલાક શેરો લાંબા ગાળામાં મજબૂત વળતર આપે છે, જ્યારે કેટલાક ટૂંકા ગાળામાં રોકાણમાં અનેકગણો વધારો કરે છે. આવો જ એક મલ્ટીબેગર સ્ટોક લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી કંપનીનો છે, જેણે તેના રોકાણકારોના રૂ. 1 લાખને માત્ર 3 વર્ષમાં રૂ. 50 લાખમાં ફેરવ્યા છે.

Advertisement

રોકાણકારોને 57 ગણું વળતર આપ્યું
મિડકેપ કંપની લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જીએ માર્ચ 2020 થી તેના રોકાણકારોને 57 ગણું વળતર આપ્યું છે. તેના શેરની કિંમત 27 માર્ચ, 2020ના રોજ માત્ર રૂ. 5.10 હતી, જે શુક્રવારે ટ્રેડિંગના અંતે રૂ. 291ના સ્તરે પહોંચી હતી. જો તમે છેલ્લા ત્રણ વર્ષમાં આયર્ન સ્ટોકની હિલચાલ પર નજર નાખો, તો તે એક વર્ષમાં 5 રૂપિયાની સપાટીથી વધીને 26 માર્ચ, 2021ના રોજ 11.03 રૂપિયા થઈ ગયો છે.

છેલ્લા બે વર્ષમાં રોકેટની જેમ દોડ્યો
આ શર્મા છેલ્લા 2 વર્ષમાં રોકેટની જેમ ઉછાળો આવ્યો છે. 4 માર્ચ, 2022ના રોજ તે રૂ. 116.35 પર પહોંચી ગયો. આ તેજી હજુ પણ ચાલુ છે અને 17 માર્ચ, 2023ના રોજ ટ્રેડિંગના અંતે રૂ. 291 પર બંધ છે. એટલે કે, જો ત્રણ વર્ષ પહેલાં કોઈ રોકાણકારે લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત, તો અત્યાર સુધીમાં આ રકમ વધીને રૂ. 50 લાખથી વધુ થઈ ગઈ હોત.

 314.80 રૂપિયાની સપાટીએ પહોંચી ચૂક્યો છે   
જો તમે લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી કંપનીના ઉતાર ચડાવ પર નજર કરવામાં આવે તો આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં તેના રોકાણકારોને 1965 ટકા વળતર આપ્યું છે. બીજી તરફ છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 112.73 ટકા વળતર આપવાનું કામ કર્યું છે. છેલ્લા એક મહિનામાં, આ શેર 3.63 ટકા વધ્યો છે અને 10 માર્ચ, 2023 ના રોજ, તે 314.80 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. અહીં જણાવી દઈએ કે કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 324.80 રૂપિયા છે.

Advertisement

આ પણ વાંચો: પુતિનની ધરપકડનું વોરંટ ઇશ્યું, ICC ના નિર્ણય બાદ જેલેન્સીએ કહ્યું આ તો માત્ર શરૂઆત

શેરબજારમાં ઉતાર-ચઢાવ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ટ્રેડિંગની શરૂઆતમાં BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 463.05 પોઈન્ટ એટલે કે 0.80 ટકા વધીને 58,097.89ની સપાટી પર અને નિફ્ટી 136.20 પોઈન્ટ એટલે કે, 0.80 ટકા વધીને 17,121.80 ની સપાટી પર ખુલ્યો હતો. બજારની શરૂઆતમાં લગભગ 1,489 શેરમાં વધારો અને 378 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.બપોરના 12 વાગ્યાની આસપાસ બજાર લીલાથી લાલ નિશાનમાં આવી ગયું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

Advertisement
Tags :
Advertisement
×