For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Ganesh Chaturthi 2023: વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં શ્રીજી પુત્રો-પૌત્રો સહિતના પૂર્ણ પરિવાર સાથે બિરાજમાન

02:05 PM Sep 19, 2023 IST
ganesh chaturthi 2023  વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં શ્રીજી પુત્રો પૌત્રો સહિતના પૂર્ણ પરિવાર સાથે બિરાજમાન
Advertisement

Ganesh Chaturthi 2023: ગુજરાતમાં અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય પણ વિવિધ ભગવાનના જાણીતા મંદિરો આવેલા છે. આવનારા થોડા સમય બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થવાનો છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ દેવાઈ છે. માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે આજે ગણેશ ચોથ હોઈ ગણપતિ દાદાના જન્મદિવસ નિમિત્તે અમે તેમને એક ખાસ ગણપતિ મંદિરના દર્શ કરાવવા જઈ રહ્યા છીએ.

Advertisement
Advertisement

અંબાજી મંદિરમાં જ આવેલું છે આ મંદિર

અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક ગણપતિદાદાનું મંદિર આવેલું છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે સમગ્ર વિશ્વમાં ગણપતિદાદા પૂરા પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે બિરાજમાન છે. જે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.ઘણા ભક્તો આ અંગે જાણે છે પરંતુ જો નથી જાણતા તેમને જણાવીએ કે, અંબાજી મંદિર ખાતે આવેલું છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનુ પ્રાચીન મંદિર. આજના દિવસે આ વિઘ્નહર્તાના પરિવારના કરીએ દર્શન.

Advertisement
ADVERTSIEMENT

Advertisement

Gujarat Rain Updates: પોલીસને મળ્યા લોકોના આશીર્વાદ, મહી નદીના પૂરમાં ફસાયેલાઓના બચાવ્યા જીવ

દાદાને 21 કિલો લાડુનો ભોગ

આજે સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને દાદાને લાડુનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. સવારે 21 kg લાડુનો પ્રસાદ ગણપતિ દાદા સમક્ષ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહારાજ દ્વારા ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. આજે અહીં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ગણપતિદાદાના મંદિરે કેક પણ કાપવામાં આવશે. ગણપતી દાદા અહીં પોતાના સંપૂર્ણ પરિવાર સાથે બિરાજમાન છે.

ગણેશજી પુત્રો-પૌત્રો સાથે બિરાજમાન

ગણપતિ દાદાનું પુરા પરિવાર સાથે સમગ્ર વિશ્વમાં એકમાત્ર મંદિર અંબાજી મંદિર ખાતે આવેલું છે, જે સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ગણપતિદાદા ભાર્યા રિદ્ધિ સિદ્ધિ, પુત્રી સંતોષી માતા, પુત્રો શુભ, લાભ, પૌત્રો શેમ, કુશળ સાથે બિરાજમાન છે.

આજે ગણેશ ચોથ નિમિત્તે મંદીરમાં મહા આરતી

અંબાજી મંદિરમાં આવતા ભક્તો ગણપતિ દાદા ના મંદિરમાં દર્શન કરવા અચૂક આવતા હોય છે, આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.ગણપતી બાપા ને 21 કિલોનો લાડુ ધરાવવામાં આવ્યો. મુકેશ જોષી, પુજારી, સિધ્ધિ વિનાયક મંદિર દ્રારા સમગ્ર ભક્તોને મનોકામના પૂર્ણ થાય તે માટે ગણપતિ દાદા ના દર્શન કરવા જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું.

(શક્તિસિંહ રાજપુત, અંબાજી)
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.