For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Gujarat Rain: આગામી ચાર દિવસ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, જુઓ કઇ તારીખે ક્યાં ભારે વરસાદ પડશે

07:18 PM Sep 17, 2023 IST
gujarat rain  આગામી ચાર દિવસ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ  જુઓ કઇ તારીખે ક્યાં ભારે વરસાદ પડશે
Heavy rain forcase in Gujarat
Advertisement

Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ છે. ઓગસ્ટ મહિનામાં ખુબ જ રાહ જોવડાવ્યા બાદ હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થયું છે. બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદ અંગેની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 18 થી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

Advertisement
Advertisement

4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 18 થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement
ADVERTSIEMENT

18 સપ્ટેમ્બરે કયા વિસ્તારો માટે આગાહી વ્યક્ત કરવામાં આવી

18 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બનાસકાંઠા, ભરૂચમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ,પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, જૂનાગઢ, અમરેલી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

19 સપ્ટેમ્બરની આગાહી

19 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી રેડ એલર્ટ પર છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પંચમહાલ, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, કચ્છમાં યેલો એલર્ટ અપાયું છે. મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

20 સપ્ટેમ્બરે કયા વિસ્તારમાં આગાહી?

ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર,મોરબી, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાંગ, વલસાડ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા આણંદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.