જૂનાગઢમાં દર્દીઓ માટેની દવાઓ કચરામાં કોણે ફેંકી? વેક્સિન, સીરપની બોટલનો જથ્થો ડેમમાંથી મળ્યો
ભાર્ગવી જોશી/જૂનાગઢ: જુનાગઢ હાઈવે પર દગડ ડેમ અને ભાલેચડા ડેમ આવેલા છે. આ ડેમમાં સરકારી દવાઓ, વેક્સિન અને સીરપની બોટલો સહિતના દવાના જથ્થાને કચરામાં નાખી દીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવડો મોટો દવાનો જથ્થો ફેંકી દેવાનું કારણ શું? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આ ડેમની સાઈટમાં આટલી મોટી દવાઓ વેડફાતા સમગ્ર ઓપરેશનને ખુલ્લું પડાયું હતું. ત્યારે આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગમાં લીધા વગર કેમ નાખી દેવામાં આવ્યો છે તે પ્રશ્ન આરોગ્ય તંત્રને પૂછવામાં આવે છે.
એક તરફ સરકાર આરોગ્ય બાબતે ખૂબ જ મોટો ખર્ચ કરી રહી છે અને કોઈપણ દર્દી આરોગ્ય સેવાથી વંચિત ના રહે તે માટે આરોગ્ય સુવિધાઓ સારી રીતે મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે માણાવદરમાં આવી હજારો રૂપિયાની દવાઓ કેમ નાખવામાં આવી છે. ત્યારે દર્દીઓના ઘરે પહોંચી હતી દવાઓ કેમ ડેમના પાણીમાં પહોંચી ગઈ છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.
માણાવદર શહેરના થોડા વર્ષ પહેલાં જ દવાઓના જથ્થાને સળગાવી નાખવાની ઘટના બની હતી. ફરીથી આજે આવી ઘટના બનતા તંત્ર સામે સવાલો પણ થઈ રહ્યા છે. અને આ દવાઓ તો ઘણા સમયથી આ ડેમના પાણીના ખાડામાં નાખી દીધા હોવાનું પ્રાથમિક તારણમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ સરકારી દવાઓ, વેક્સિન, બાટલા અને સીરપની મોટી માત્રામાં દવા નાખવાનું કારણ શું? ત્યારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે શું તે પણ જોવાનું રહ્યું. આ દવાઓનો મોટી માત્રામાં જથ્થો હોય અને કોની દવા છે? તે બેચ નંબરના આધારે ઉચ્ચ અધિકારીઓ કાયદેસરની તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.