For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

પતંજલી અને બાબા રામદેવ લોકોને આયુર્વેદના નામે ગુમરાહ કરવાનું બંધ કરે: સુપ્રીમ કોર્ટ

05:29 PM Nov 21, 2023 IST
પતંજલી અને બાબા રામદેવ લોકોને આયુર્વેદના નામે ગુમરાહ કરવાનું બંધ કરે  સુપ્રીમ કોર્ટ
Patanjali ayurved
Advertisement

નવી દિલ્હી : આધુનિક દવાઓ અને રસીકરણ વિરુદ્ધ પતંજલિ આયુર્વેદની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે, જો ભવિષ્યમાં તે આવું કરશે તો વિજ્ઞાન દીઠ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પતંજલિને કોઈપણ ભ્રામક જાહેરાતો કે, ખોટા દાવા ન કરવા જણાવ્યું હતું. પતંજલિને ચેતવણી આપતાં કોર્ટે કહ્યું કે ભારે દંડ ફટકારવામાં આવશે.

Advertisement
Advertisement

સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ભ્રામક જાહેરાતો પર કાર્યવાહી માટે પ્રસ્તાવ માંગ્યો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભ્રામક તબીબી જાહેરાતો પર કાર્યવાહી કરવા માટે પ્રસ્તાવ આપવા જણાવ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલિની જાહેરાતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોવિડ કટોકટી દરમિયાન પતંજલિ આયુર્વેદની જાહેરાતો અને તેના માલિક બાબા રામદેવના નિવેદનો સામે વાંધો ઉઠાવતી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુપ્રીમ કોર્ટે કડકાઈ દર્શાવી છે.

Advertisement
ADVERTSIEMENT

રસીકરણ અંગે ભ્રામકતા ફેલાવવા અંગે ઝાટકણી કાઢી

એલોપેથી અને તેની દવાઓ અને રસીકરણ અંગે બાબા રામદેવના નિવેદનો અને જાહેરાતો સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચે પતંજલિને એલોપથી વિશે ભ્રામક દાવા અને જાહેરાતો પ્રકાશિત કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. બેન્ચે ભવિષ્યમાં આવી જાહેરાતો અને નિવેદનો માટે પતંજલિ પર ભારે દંડ ફટકારવાની ચેતવણી આપી છે. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું છે કે, જો ભવિષ્યમાં આવું કરવામાં આવશે તો ઉત્પાદનની જાહેરાત દીઠ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

Advertisement सब्सक्राइब करें

કોર્ટે હવે આવી જાહેરાતો નહી આપવા ચેતવણી આપી

કોર્ટે પતંજલિને એલોપેથિક દવાઓ અને રસીકરણ સામે કોઈ ભ્રામક જાહેરાતો અથવા ખોટા દાવા ન કરવા જણાવ્યું છે. કોર્ટે ચેતવણી આપી છે કે, આવી કોઈ જાહેરાત ન તો પ્રકાશિત કરવી જોઈએ અને ન તો મીડિયામાં કોઈ નિવેદન આપવું જોઈએ. કોર્ટે કહ્યું કે અમે આ મામલાને એલોપેથી વિરુદ્ધ આયુર્વેદની ચર્ચા બનાવવા માંગતા નથી. તેના બદલે, તેઓ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો ઉકેલ શોધવા માંગે છે.

ગેરમાર્ગે નહી દોરવવા માટે અપીલ કરવામાં આવી

આ સિવાય કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરતી મેડિકલ એડવર્ટાઈઝનો સામનો કરવા માટે એક પ્લાન કોર્ટ સમક્ષ મૂકવો જોઈએ. હકીકતમાં, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એલોપેથીની જાહેરાતો વિરુદ્ધ પતંજલિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહ્યું છે. જેમાં તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. IMA એ આ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની અને તેમની સામે પગલાં લેવાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટ હવે આવતા વર્ષે 5 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરશે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.