For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement

વાનખેડે સ્ટેડિયમમાં ભારત vs ઓસ્ટ્રેલિયા ODI મેચમાં જોવા મળ્યા રજનીકાંત અને અજય દેવગન, ચાહકો પાગલ થયા

11:39 AM Mar 18, 2023 IST
વાનખેડે સ્ટેડિયમમાં ભારત vs ઓસ્ટ્રેલિયા odi મેચમાં જોવા મળ્યા રજનીકાંત અને અજય દેવગન  ચાહકો પાગલ થયા

મુંબઈ: ટેસ્ટ સીરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે સુપરસ્ટાર રજનીકાંત અને અજય દેવગન શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ODIમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. રજનીકાંતને મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Advertisement

એમસીએના ટ્વિટર હેન્ડલ પર કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. તસવીરમાં રજનીકાંત એમસીએના પ્રમુખ અમોલ કાલે સાથે રમતની મજા લેતા જોવા મળે છે. વાનખેડે ખાતે,” એમસીએએ પોસ્ટને કેપ્શન આપ્યું.

Advertisement

 

રજનીકાંતને મેચમાં જોવા માટે ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે ટિપ્પણી કરી, ‘વાહ… ઘરમાં થલાઈવા.’ અભિનેતા અજય દેવગનને પણ આ  મેચમાં હાજરી આપી હતી. તે તેની આગામી ફિલ્મ ભોલાનું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટની રમત જોવાનો ઉત્સાહ વ્યક્ત કરતા અજયે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મુકાબલા હોગા સબસે શાનદાર વર્લ્ડ કપ વિજેતા ટીમ અને વિશ્વની નંબર વન ટીમ કા – હું માત્ર ક્રિકેટ લાઈવ પર જોવા આવી રહ્યો છું.

આ પણ વાંચો: Drugs: રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી 500 નશીલા ઈંજેક્શન સાથે ઝડપાયો, કરવાનો હતો મોટું કાંડ

 

રજનીકાંત  જે છેલ્લે 2021 ની તમિલ ફિલ્મ અન્નાથે માં જોવા મળ્યા હતા. હવે તે તેની આગામી ફિલ્મ, નેલ્સન દિલીપકુમારની ‘જેલર’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે, જેમાં શિવ રાજકુમાર, તમન્ના ભાટિયા અને રામ્યા કૃષ્ણન પણ ભૂમિકામાં છે. . આ સિવાય તે તેની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતની ફિલ્મ લાલ સલામમાં પણ એક નાનકડો રોલ ભજવતા જોવા મળી શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

Advertisement
Tags :
Advertisement
×