For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Parliament Special session: 'વિશ્વામાં હવે ભારત વિશ્વમિત્ર તરીકે સામે આવ્યું'- નરેન્દ્ર મોદી

12:18 PM Sep 18, 2023 IST
parliament special session   વિશ્વામાં હવે ભારત વિશ્વમિત્ર તરીકે સામે આવ્યું   નરેન્દ્ર મોદી
Advertisement

Parliament Special session: સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં કુલ આઠ બિલ રજૂ કરવામાં આવશે, જેમાંથી સરકારે ચાર બિલો રજૂ કર્યા છે. સોમવારે પ્રથમ દિવસે આઝાદી પછીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા થશે અને સંસદને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. બીજા દિવસે મંગળવારે સવારે તમામ સાંસદોને ગ્રુપ ફોટો માટે બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા, આવો જોઈએ આ લાઈવ વીડિયોમાં...

Advertisement
Advertisement

તમને જણાવી દઈએ કે સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થઈ હતી. આ પછી 19 સપ્ટેમ્બરે નવી સંસદમાં કામકાજ શરૂ થશે. નવી સંસદ ભવન તરફ જતી વખતે સંસદના કર્મચારીઓ નહેરુ જેકેટ અને ખાખી રંગનું પેન્ટ પહેરશે.

Advertisement
ADVERTSIEMENT

Narendra Modi Live: નવા સંસદભવન અંગે જુના સંસદભવનથી સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું…

જુના સંસદભવનમાં બોલ્યા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણે બધા આ ઐતિહાસીક સદનમાંથી વિદાય લઈ રહ્યા છીએ. આઝાદીના સમય પછી આ સંસદ ભવન રૂપમાં તેને ઓળખ મળી છે. આ ઈમારતનું નિર્માણ કરવાનું નિર્ણય વિદેશી શાસકોનો હતો. આપણે ગર્વથી કહી શકીએ કે આ ભવનના નિર્માણમાં મારા દેશવાસીઓનો પરસેવો, પરીશ્રમ અને પૈસા મારા દેશના લોકોના લાગ્યા હતા. આજે વિશ્વમાં ભારત વિશ્વ મિત્ર તરીકે સામે આવ્યું છે. વેદથી વિવેકાનંદ સુધી જે આપણે મેળવ્યું છે તેનું પરિણામ છે. હવે વિશ્વના દેશો ભારતમાં એક મિત્ર શોધે છે. ઘર છોડીને જતા ઘણી યાદો રહે છે. જુના સંસદમાં આપણને આવી જ રીતે હાલ જુની આપણી સાથેની યાદો સામે આવે છે. આ સૌથી સાથેની ખુશીઓ અને યાદો છે તેથી આનું ગૌરવ પણ આપણું બધાનું છે.

Advertisement

સંસદ સાથે જોડાયેલી અનોખી વાતો પર બોલ્યા વડાપ્રધાન

સંસદની અનોખી વાતો પર વાત કરતા તેમણે કહ્યું કે, શરૂઆતમાં સદનમાં મહિલાઓની સંખ્યા ઓછી હતી પરંતુ ધીમે ધીમે તેમની સંખ્યા વધી અને અત્યાર સુધી લગભગ 7500થી વધારે જનપ્રતિનિધિ બંને સદનોમાં યોગદાન આપી ચુક્યા છે. આ ખંડમાં અંદાજે 600 મહિલા સાંસદોએ સદનની ગરીમાને વધારી છે. આ સદનમાં ઈન્દ્રજીત ગુપ્તાજીને જો મારી ભુલ નથી થતી તો 43 વર્ષ સદનમાં બેસવાનું ભાગ્ય મળ્યું હતું. અહીં સતીપુર રેહમાનજી 93ની એજમાં પણ સદનમાં પોતાનું યોગદાન આપતા હતા. આ ભારતના લોકતંત્રની તાકાત છે કે ચંદ્રમણી મુર્મુ ફક્ત 25 વર્ષે સાંસદ બન્યા હતા. વાદ વિવાદ વચ્ચે જે પરિવારભાવ આપણી વચ્ચે રહ્યો છે જે પ્રચાર માધ્યમોથી આપણાં અહીંનો માહોલ જુએ છે અને બહાર નીકળતા જ જે પોતાનાપણું હોય છે તે પણ આ સદનની તાકાત છે. આપણે ક્યારેય સદન છોડ્યાના વર્ષો પછી પણ મળીએ તો પણ એ સ્નેહ ભુલતા નથી. ગંભીર બિમારીઓ છતા પણ સાંસદ અહીં આવ્યા છે. કોરોના કાળમાં પણ સાંસદ બંને સદનમાં આવ્યા અને કર્તવ્ય નિભાવ્યું છે.જેમ મંદિર જવાની આદત હોય તેમ સંસદમાં આવતા હતા એવા ઘણા જુના લોકો છે. ભુમિ પ્રત્યે તેમનો લગાવ થાય છે.

આ જ સદનમાં પંડિત નહેરુંના સ્ટ્રોક ઓફ મીડનાઈટની ગુંજ આપણે બધાને પ્રેરિત કરતી રહેશે. આ જ સદનમાં હજુ ગુંજે છે અટલજીના શબ્દો કે, સરકારો આવશે જશે, પાર્ટી બનશે બગડશે, પણ આ દેશ રહેવો જોઈએ. પંડિત નહેરુની જે પ્રારંભિક મંત્રી પરીષદ હતી. બાબા સાહેબ આંબેડકરજી એક મંત્રી તરીકે દુનિયાની બેસ્ટ પ્રેક્ટિસીસ ભારતમાં લાવવા પર જોર કરતા હતા. તેનો આજે દેશને લાભ મળી રહ્યો છે. બાબા સાહેબની વોટર પોલિસીમાં મોટી ભૂમિકા રહી હતી. ભારતમાં સામાજીક ન્યાય માટે ભારતનું ઔદ્યોગિકરણ થવું જરૂરી છે કારણ કે દેશમાં દલિતો ગરીબો પાસે જમીનો જ નથી તો તેઓ શું કરશે તેવું બાબા સાહેબ કહેતા હતા અને ઈન્ડસ્ટ્રીઝ પોલિસી તેઓ લાવ્યા હતા. આજે ગમે તેટલી પોલિસીઝ બને પણ તેનો આત્મા તો એ જ રહે છે. વડાપ્રધાને લાલબહાદુર શાસ્ત્રીથી લઈ બાંગ્લાદેશની મુક્તિનું આંદોલન અને ઈન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા. ઈમર્જન્સીને પણ જોઈ હતી. આ જ સંસદમાં મતદાનની ઉંમર 21થી ઘટાડી 18 કરાઈ હતી. નરસિમ્હા રાવની જ સરકાર હતી જેણે જુની નીતિઓને છોડીને દેશને આર્થિક નવા રસ્તા મળ્યા હતા. અટલ બિહારી બાજપેયીજીનું સર્વ શિક્ષા અભિયાન, આદિવાસી કાર્યાલય, ન્યુક્લિયર ટ્રેસ અને મનમોહનજીની સરકાર કેશ ફોર વોટના કાંડને પણ આ દેશે જોયો છે. વન નેશન વન ટેક્સ, જીએસટીનો નિર્ણય પણ આ જ સદને કર્યું, વન રેન્ક વન પેન્શન પણ આ જ સંસદે જોયું. ભારતના લોકતંત્રના દરેક ઉતાર ચઢાવ આપણે જોયા. દુનિયાને આશ્ચર્ય થાય કે ચાર સાંસદ વાળી પાર્ટી સત્તામાં હોતી હતી અને સૌ સદસ્ય વાળી પાર્ટી વિપક્ષમાં બેસતી હતી. આ એ જ સદન છે કે જ્યાં 1 વોટથી અટલજીની સરકાર ગઈ હતી. આજે અનેક નાની રિઝનલ પાર્ટીનું પ્રતિનિધિત્વ આકર્ષક કેન્દ્રબિન્દુ બન્યા છે. બે પ્રધાનમંત્રી એવા રહ્યા કે જેમાં મોરારજી દેસાઈ અને નરસિમ્હા રાવની. નરસિમ્હા રાવ તો ઘરે જવાના હતા પરંતુ તાકાત જુઓ લોકતંત્રની કે તે અહીં સુધી પહોંચ્યા. જ્યારે ઝારખંડ બન્યું ત્યારે ઉત્સવ ઝારખંડે પણ મનાવ્યો પણ સાથે બિહારે પણ મનાવ્યો. કેટલીક કડવી યાદ એ પણ છે કે તેલંગાણાના હકને દબોચવા ભારે પ્રયાસો થયા અને આખરે બન્યા પછી ના તેલંગાણા પણ ના ઉત્સવ મનાવી શક્યું ના આંધ્ર. કોરોના કાળમાં પોતાની આવકમાં 30 ટકાનો કાપ મુક્યો આ સંદને. આપણે જ છીએ કે જેણે પોતાની ઉપર ડિસિપ્લીન રાખવા માટે જાતે કઠોર નિયમો બનાવ્યા. આવતીકાલ અને આજ સાથે જોડાવાનો આપણને અવસર મળ્યો છે. ઘણી વાતો હતી જેમાં સદનમાં દરેકની તાળી વાગી શકતી હતી પરંતુ છતા ક્યારેક રાજકારણ વચ્ચે આવ્યું છે.

Narendra Modi Live: નવા સંસદભવન અંગે જુના સંસદભવનથી સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું…

આતંકી હુમલાને મોદીએ કર્યો યાદ

ઉપરાંત નરેન્દ્ર મોદીએ આ સંસદના છેલ્લા દિવસે સફાઈ કર્મચારી, માળી સહિત સદનના સ્પિકર્સને પણ યાદ કરીને તેમને નમન કર્યું હતું. તેમણે આ દરમિયાન સંસદ પર આતંકી હુમલા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ એક પ્રકારે આ આપણી જીવાત્મા પર હુમલો હતો. આ દેશ તે ઘટનાને ક્યારેય નહીં ભુલી શકે પણ આતંકીઓથી લડતા સંદન અને સભ્યોને બચાવવા માટે જેમણે પોતાની છાતી પર ગોળીઓ ઝીલી આજે હું તેમને પણ નમન કરું છું. જ્યારે આ સદનને છોડી રહ્યા છીએ ત્યારે હું તે પત્રકારોને પણ યાદ કરવા માગું છું કે તેમણે પોતાના જીવનને સંસદના કામમાં હોમ્યું છે. તેમણે અહીંની પળે પળની જાણકારી દેશ સુધી પહોંચાડી. ત્યારે તો ટેક્નોલોજી ન્હોતી પણ તે સંદનની કાર્યવાહી પણ લોકો સુધી પહોંચાડતા, અંદરની અંદરની પણ માહિતી પહોંચાડતા હતા. તેમના નામ નહીં ખબર હોય પણ તેમને પણ ભુલી નહીં શકાય. આ સદન છોડવું ભાવુંક છે, આ પત્રકારો માટે પણ આ સદન છોડવું તેમના માટે પણ પીડાદાયી હશે.

પાર્લામેન્ટ પરિસરથી શું બોલ્યા નરેન્દ્ર મોદી?

આ દરમિયાન સંસદ પરિસરમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચંદ્ર પર તિરંગો લહેરાયો છે. શિવ શક્તિ પોઈન્ટ પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. ચંદ્રયાન 3 પ્રેરણાનું નવું કેન્દ્ર છે. જી-20ની અભૂતપૂર્વ સફળતા, સંભાવનાઓ અને સફળતા સાથે ભારત ગ્લોબલ સાઉથની અવાજ બન્યું છે. આ સત્ર નાનું છે પરંતુ સમયની દૃષ્ટિએ મોટું સત્ર છે. આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આખી દુનિયામાં આ (ચંદ્રયાન-3) જેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આધુનિકતા અને ટેક્નોલોજી સાથે જોડાયેલી છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે ઘણી તકો આપણા દ્વારે ઊભી રહે છે. ભારતને હંમેશા એ વાત પર ગર્વ રહેશે કે આફ્રિકન યુનિયન જી-20નું કાયમી સભ્ય બન્યું છે. આ બધું ભારતના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. ગઈકાલે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સેન્ટર 'યશોભૂમિ' પણ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.