For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

જેતપુરમાં બેસતા વર્ષના દિવસે જ પત્ની પ્રેમી સાથે શરીર સુખ માણતા ઝડપાઈ, પછી પતિએ ખેલ્યો ખૂની ખેલ

11:03 AM Nov 17, 2023 IST
જેતપુરમાં બેસતા વર્ષના દિવસે જ પત્ની પ્રેમી સાથે શરીર સુખ માણતા ઝડપાઈ  પછી પતિએ ખેલ્યો ખૂની ખેલ
Advertisement

Rajkot Crime News: રાજકોટના જેતપુરમાં બેસતા વર્ષના દિવસે જ આડા સંબંધોમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. વર્ષના પહેલા દિવસે જ પત્ની પોતાના પ્રેમી સાથે અંગતપળો માણતા પતિ જોઈ ગયો, જેનાથી ગુસ્સે થયેલા પતિએ લાકડાના ફટકા મારીને પ્રેમીને લોહીલુહાણ કરી નાખ્યો અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

Advertisement
Advertisement

કારખાનામાં પ્રેમી સાથે એકાંત માણતી હતી પત્ની

વિગતો મુજબ, લખન વાસકેલાના સંગીતા સાથે લગ્ન થયા હતા. જોકે સંગીતાને સંજય સોલંકી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને બંને અવારનવાર એકાંતમાં મળતા હતા. સંગીતાના ભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, 14 નવેમ્બરે સાંજે 5 વાગ્યે સંગીતા અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસેના એક કારખાનામાં મળ્યા હતા અને અહીં બંને શરીર સુખ માણી રહ્યા હતા. આ દરમિયાન જ સંગીતાનો પતિ લખન ત્યાં પહોંચી ગયો.

Advertisement
ADVERTSIEMENT

લાકડાના ફટકા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈને ચોંકી ઉઠેલા લખને ત્યાં પડેલા લાકડા લઈને પત્ની અને તેના પ્રેમીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં સંજયને માથાના ભાગે લાકડાનો ફટકો વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. તો પત્ની સંગીતાને બેફામ લાકડાના ફડકા મારતા તેનું મોત નિપજ્યું હતું. આમ પ્રેમ સંબંધમાં પત્નીનો ભોગ લેવાયો હતો. જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને મૃતક સંગીતાના ભાઈએ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. જેની ફરિયાદના આધારે પોલીસે આરોપી લખનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.