For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

અફઘાની ખેલાડીએ અમદાવાદના શ્રમજીવીઓને અડધી રાત્રે કર્યું ગુપ્તદાન, વીડિયો વાયરલ

06:34 PM Nov 12, 2023 IST
અફઘાની ખેલાડીએ અમદાવાદના શ્રમજીવીઓને અડધી રાત્રે કર્યું ગુપ્તદાન  વીડિયો વાયરલ
Afghani Players
Advertisement

Afghanistan Cricketer in India : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપના શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમી ફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ તેણે છઠ્ઠા નંબર પર રહીને પોતાની સફર સમાપ્ત કરી છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓને ભારતે પણ ખુબ જ પ્રેમ આપ્યો છે. આવો જ એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અફઘાનિ ખેલાડીનો અમદાવાદનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અફઘાની વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ ફુટપાથ પર રહેતા લોકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.

Advertisement
Advertisement

અફઘાની ખેલાડી મોડી રાત્રે અમદાવાદના રસ્તા પર પહોંચ્યો

અફઘાની વિકેટકિપર અને બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ મોડી રાત્રે અમદાવાદના રસ્તાઓ પર ફરવા નિકળ્યો હતો. ત્યારે તેણે ફુટપાથ પર રહેલા કેટલાક લોકોને 500 રૂપિયાની નોટો વહેંચી હતી. અફઘાનિસ્તાન ટીમને ભારતીય પ્રેક્ષકોનો સપોર્ટ અને અપરંપાર પ્રેમ મળ્યો છે. જો કે હવે આ ખેલાડીઓ પણ પોતાની ફરજ નિભાવવાનું ચુકતા નથી. ગુરબાઝે ઉંઘી રહેલા શ્રમજીવી લોકોને 500-500 રૂપિયાની નોટો વહેંચી હતી.

Advertisement
ADVERTSIEMENT

આ દરમિયાન એક આરજેએ આ વીડિયો શુટ કર્યો હતો. આ વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. જોત જોતામાં આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાની ખેલાડી રાશિદ ખાન અને રહેમાનુલ્લાહ ગુરબાઝ પ્રતિ વર્ષ ભારતમાં લાંબો સમય પસાર કરે છે. તેઓ IPL દરમિયાન અને વર્લ્ડકપ દરમિયાન પણ ભારતમાં છે. તે ગુજરાત ટાઇટન્સ માટે પણ રમી ચુક્યો છે અને ગુજરાતનું હોમગ્રાઉન્ડ અમદાવાદ છે. અફઘાનિસ્તાનની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઇ હતી. જેમાં અફઘાનિસ્તાને 5 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.