For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

World Cup: 'રોહિત શર્મા કદાચ દુનિયાનો સૌથી અનલકી વ્યક્તિ છે', રોહિત વિશે ટ્રેવિસ હેડે કહી મોટી વાત

11:37 PM Nov 19, 2023 IST
world cup   રોહિત શર્મા કદાચ દુનિયાનો સૌથી અનલકી વ્યક્તિ છે   રોહિત વિશે ટ્રેવિસ હેડે કહી મોટી વાત
Advertisement

Rohit Sharma News: રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો ભારતીય ચાહકોની સામે ભારત સામે સદી ફટકારી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા લખનાર બેટ્સમેન ટ્રેવિસ હેડને મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને દુનિયાનો સૌથી કમનસીબ વ્યક્તિ કહ્યો છે.

Advertisement
Advertisement

ભારતે 20-30 રન ઓછા બનાવ્યા

ભારતના 241 રનના ટાર્ગેટના જવાબમાં હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 43 ઓવરમાં મેચ જીતાડવી. પ્રથમ દાવ દરમિયાન જ્યારે ભારતીય ટીમ માત્ર 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ત્યારે ઘણા ટીકાકારોએ કહ્યું હતું કે, ભારતીય ટીમે 30-40 રન ઓછા બનાવ્યા હતા અને અંતે આ સાચું સાબિત થયું.

Advertisement
ADVERTSIEMENT

રોહિત શર્માએ અપાવી સારી શરૂઆત

ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સમાં 30-40 રનના તફાવતમાં કેપ્ટન રોહિત શર્માની વિકેટની મોટી ભૂમિકા હતી. પોતાની આક્રમક શૈલીમાં બેટિંગ કરવા આવેલા રોહિતે 31 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા, પરંતુ ગ્લેન મેક્સવેલની ઓવરમાં જોખમી શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે હેડના હાથે કેચ આઉટ થયો હતો.

Advertisement सब्सक्राइब करें

રોહિત વિશે ટ્રેવિસ હેડે શું કહ્યું?

આ આઉટ થવાનો શ્રેય બોલર કરતાં ફિલ્ડરને વધુ મળ્યો કારણ કે ટ્રેવિસે પાછળ દોડતી વખતે એક ઉત્તમ કેચ લીધો હતો. મેચ પૂરી થયા બાદ જ્યારે તેને આ કેચ વિશે પૂછવામાં આવ્યું તો ટ્રેવિસે કહ્યું, “તે (રોહિત શર્મા) કદાચ દુનિયાનો સૌથી કમનસીબ માણસ છે. તે કેચ પકડવો ખૂબ જ સારું રહ્યું. કોને ખબર કે જો તે (રોહિત) આઉટ ન થયો હોત તો તેણે સદી ફટકારી હોત! વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનારાઓની યાદીમાં સામેલ થવું ખૂબ જ ખાસ છે. આગામી થોડા દિવસો ખૂબ જ સારા રહેવાના છે.”

ટ્રેવિસે કેપ્ટન પેટ કમિન્સના પ્રથમ બોલિંગ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું, “ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ઘણો સારો હતો. મને લાગ્યું કે જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ વિકેટ સારી થતી ગઈ. તેમાં થોડો ફેરફાર આવ્યો, તેનો લાભ મળ્યો. એનો ભાગ બનીને સારું લાગ્યું, એમાં ભૂમિકા ભજવીને સારું લાગ્યું.”

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.