For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

'ઈસ્લામ કબૂલ કરવાના હતા હરભજન...', પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરના બફાટ પર ભજ્જી લાલઘુમ

07:45 AM Nov 15, 2023 IST
 ઈસ્લામ કબૂલ કરવાના હતા હરભજન      પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરના બફાટ પર ભજ્જી લાલઘુમ
Advertisement

Harbhajan Singh: પાકિસ્તાની ક્રિકેટરો પોતાના બેફામ નિવેદનોને કારણે દરરોજ સમાચારોમાં રહે છે. સસ્તી લોકપ્રિયતા માટે તેઓ ક્યારેક એવા ખરાબ કામ કરી નાખે છે જેના કારણે તેમને આખી દુનિયાની સામે શરમ અનુભવવી પડે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે (inzamam ul haq) કંઈક આવું જ કર્યું છે, જેના પછી ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહનો (Harbhajan Singh) પારો ઉપર ચડી ગયો છે. આ એ જ ઈન્ઝમામ ઉલ હક છે જેની ગણતરી પાકિસ્તાની ક્રિકેટ ટીમના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડીઓમાં થતી હતી, પરંતુ તેણે હરભજન સિંહ વિશે જે કહ્યું તે ખૂબ જ વિવાદાસ્પદ છે.

Advertisement
Advertisement

તમને જણાવી દઈએ કે હરભજન સિંહ મેદાન પર પોતાના ગુસ્સા માટે ખૂબ જ જાણીતો છે. આવી સ્થિતિમાં મેદાનની બહાર ઈન્ઝમામે જે કહ્યું તેનો પૂર્વ ભારતીય ખેલાડી હરભજને જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈન્ઝમામ ઉલ હક કહેતા સંભળાય છે કે હરભજન સિંહ ઈસ્લામ સ્વીકારવા માંગે છે.

Advertisement
ADVERTSIEMENT

ઈન્ઝમામ ઉલ હકના આ નિવેદન પર હરભજન સિંહ ઘણો ગુસ્સે થયો હતો અને સોશિયલ મીડિયા પર આનો જવાબ આપતા તેણે લખ્યું હતું કે, 'આ કયા પ્રકારનો નશો કરીને વાત કરી રહ્યો છે? મને ભારતીય અને શીખ હોવાનો ગર્વ છે. આ બકવાસ લોકો કંઈ પણ કહે.

Advertisement सब्सक्राइब करें

વીડિયોમાં ઈન્ઝમામ શું કહી રહ્યો છે

હરભજન સિંહે તે વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, તેમાં ઈન્ઝમામ કહી રહ્યો છે કે, નમાઝ પઢવા માટે રૂમ બનાવવામાં આવ્યો હતો. અમે બધા ત્યાં નમાઝ અદા કરતા. ભારતીય ટીમમાં ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફ જેવા ખેલાડીઓ પણ અમારી સાથે આવતા હતા. આ સિવાય કેટલાક ખેલાડીઓ પણ તે રૂમમાં આવતા હતા.

જો કે, તેઓ નમાજ અદા નહોતા કરતા, પરંતુ તેઓ મૌલાનાની વાત સાંભળતા હતા. કેટલાક તેમના શબ્દોથી એટલા પ્રભાવિત થયા કે તેઓ પણ તેમના જેવા બનવા માંગતા હતા. ઈન્ઝમામના આ વીડિયોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, હરભજન સિંહે તેને સંપૂર્ણ બકવાસ ગણાવ્યું છે. આ સિવાય હરભજને તેને કડક સૂચના પણ આપી છે.

 

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.