For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

ઇંગ્લેન્ડે વર્લ્ડકપમાંથી સન્માનજનક વિદાય લીધી, નેધરલેન્ડને મોટા માર્જીનથી હરાવ્યું

10:32 PM Nov 08, 2023 IST
ઇંગ્લેન્ડે વર્લ્ડકપમાંથી સન્માનજનક વિદાય લીધી  નેધરલેન્ડને મોટા માર્જીનથી હરાવ્યું
ENGvsNED
Advertisement

England vs Netherlands, ICC World Cup 40th Match, Cricket Score, Commentary: ઇંગ્લેન્ડનું પંચક આખરે ઉતર્યું છે. પોતાની અંતિમ મેચમાં નેધરલેન્ડને પરાજીત કરીને વર્લ્ડકપમાંથી સન્માનપુર્વક વિદાય લઇ લીધી છે. 11 નવેમ્બરે તે પોતાની અંતિમ મેચ પાકિસ્તાન સામે રમશે. પુણેમાં નેધરલેન્ડ સામે રમાયેલી મેચમાં નેધરલેન્ડને 160 રનથી પરાજીત કર્યું હતું. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટના નુકસાને 339 રન બનાવ્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને માત્ર 179 રન જ બનાવી શકી હતી.

Advertisement
Advertisement

મેચમાં ઇંગ્લેન્ડે પહેલા ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો

આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીદો હતો. ત્યાર બાદ ટીમે 339 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેણે 6 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત દાવિદ મલાને 87 અને ક્રિસ વોક્સે 51 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 192 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ સ્ટોક્સ અને વોક્સે 129 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

Advertisement
ADVERTSIEMENT

ઇંગ્લેન્ડની પાકિસ્તાન સામે, નેધરલેન્ડની ભારત સામે અંતિમ મેચ બાકી

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ બંન્ને વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ચુક્યા છે. ઇંગ્લેન્ડની હવે અંતિમ મેચ પાકિસ્તાન સામે બાકી છે. જે 11 નવેમ્બરે રમાશે. જ્યારે નેધરલેન્ડની પણ એક મેચ બાકી છે જે ભારત સામે 12 નવેમ્બરે રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ બંન્ને 8-8 મેચ રમ્યા છે જેમાં બંન્ને 2-2 મેચ જ જીતી શકી છે. જેના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થવું લગભગ નિશ્ચિંત જ છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.