For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Glenn Maxwell Century: ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને બનાવ્યા 6 ધાંસૂ રેકોર્ડ, વન-ડે ઈતિહાસમાં આ કમાલ કરનાર એકમાત્ર ક્રિકેટર

07:54 AM Nov 08, 2023 IST
glenn maxwell century  ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને બનાવ્યા 6 ધાંસૂ રેકોર્ડ  વન ડે ઈતિહાસમાં આ કમાલ કરનાર એકમાત્ર ક્રિકેટર
Advertisement

Glenn Maxwell Double Century Record Update: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે અવિશ્વસનીય જીત અપાવી. તેમણે બેવડી સદી ફટકારીને રેકોર્ડ બનાવી દીધો છે.

Advertisement
Advertisement

ધડાધડ ફટકારી બેવડી સદી

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે મંગળવારે વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે અદ્ભુત અને અવિશ્વસનીય જીત અપાવી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં 292 રનના લક્ષ્યનો પીછો કરતા બેવડી સદી ફટકારી અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી વિજય મેળવ્યો. મેક્સવેલે 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

સાતમી વિકેટ બાદ સંભાળ્યો મોરચો

ગ્લેન મેક્સવેલે એ સમયે મોરચો સંભાળ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 91 રનમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. ગ્લેન મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ (69 બોલમાં અણનમ 12)ની સાથે આઠમી વિકેટ માટે 202 રનની અતૂટ ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને રેકોર્ડ બન્યો હતી. ચાલો અમે તમને તેમના 6 અદ્ભુત રેકોર્ડ વિશે જણાવીએ.

વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી

લક્ષ્યનો પીછો કરતા બેવડી સદી ફટકારનાર ગ્લેન મેક્સવેલ વનડે (ODI) ઈતિહાસના એકમાત્ર ક્રિકેટર બન્યા છે. તેમની પહેલા ODIમાં રન ચેઝમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાનનો હતો, જેમણે 2021માં દક્ષિણ આફ્રિકા સામે 193 રન બનાવ્યા હતા. આ યાદીમાં તેમના પછી પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન (185 રન), પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (183 રન) અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (183 રન) છે. મેક્સવેલ ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગયા છે.

ઝડપી બેવડી સદી ફટકારના બીજા બેટ્સમેન

તો ગ્લેન મેક્સવેલ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બીજા બેટ્સમેન છે. તેમનાથી આગળ ભારતના ઈશાન કિશન છે, જેમણે 126 બોલમાં આ કમાલ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. તેમણે આ 138 બોલમાં કર્યું હતું.

ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીને પાછળ છોડી દીધા

મેક્સવેલે વન-ડેમાં ઓપનિંગ વિનાના બેટ્સમેન તરીકે સૌથી વધુ સ્કોર બનાવવાની સિદ્ધિ મેળવી છે. તેમણે ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીને પાછળ છોડી દીધા, જેમણે 2009માં બાંગ્લાદેશ સામે અણનમ 194 રન બનાવ્યા હતા. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર વિવ રિચર્ડ્સ (189 અણનમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 1994) પછી આવે છે. મેક્સવેલે વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (Highest individual score) બનાવ્યો છે.

સૌથી વધુ સિક્સર મારનાર ત્રીજા ખેલાડી

વર્લ્ડ કપમાં સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે છે. ગુપ્ટિલે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 રનની અણનમ ઈનિંગ રમી હતી. ગેલ (215 વિ ઝિમ્બાબ્વે 2015) બીજા સ્થાને છે. આ સિવાય મેક્સવેલ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનાર ત્રીજા ખેલાડી બની ગયા છે. તેમણે કુલ 43 સિક્સર ફટકારી છે. તેમણે એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો, જેમના ખાતામાં 37 છગ્ગા છે. ગેલ (49) ટોચ પર છે જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા (45) બીજા સ્થાને છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.