For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

વીરેન્દ્ર સેહવાગ સહિત આ 3 દિગ્ગજોને ICCએ આપ્યું મોટું સન્માન, ભારતની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ

01:53 PM Nov 13, 2023 IST
વીરેન્દ્ર સેહવાગ સહિત આ 3 દિગ્ગજોને iccએ આપ્યું મોટું સન્માન  ભારતની આ મહિલા ક્રિકેટરે રચ્યો ઈતિહાસ
Advertisement

ICC Hall of Fame: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની ગણતરી વિશ્વના સૌથી આક્રમક ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. એમ કહી શકાય છે કે ટેસ્ટ ક્રિકેટમાં નિર્ભયપણે રમવાનું તેમણે જ શીખવ્યું છે. વીરેન્દ્ર સેહવાગે પોતાના કરિયરમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. મુલતાનમાં પાકિસ્તાન વિરૂદ્ધ 309 રનની ઈનિંગને કોણ ભૂલી શકે છે. આ યાદગાર ઈનિંગ પછી વીરેન્દ્ર સેહવાગ 'મુલતાનના સુલતાન' તરીકે ઓળખાવા લાગ્યા.

Advertisement
Advertisement

આ બે ખેલાડીઓને પણ મળ્યું સન્માન

હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વીરેન્દ્ર સેહવાગને મોટું સન્માન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગને ICC દ્વારા 'હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યા છે. વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત ભારતીય મહિલા ટીમના પૂર્વ ખેલાડી ડાયના એડુલજી અને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી અરવિંદા ડી સિલ્વાનો પણ 'હોલ ઓફ ફેમ'માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે 'હોલ ઓફ ફેમ'માં સામેલ થનારા ખેલાડીઓની કુલ સંખ્યા વધીને 112 થઈ ગઈ છે.

Advertisement
ADVERTSIEMENT

9 ખેલાડીઓને મળ્યું છે સન્માન

વીરેન્દ્ર સેહવાગ અને ડાયના એડુલજી પહેલા સાત ભારતીય ખેલાડીઓ આ સન્માન મેળવી ચૂક્યા છે. 2021માં વિનુ માંકડને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને જુલાઈ 2019માં આ સન્માન મળ્યું હતું. રાહુલ દ્રવિડને 2018માં અને અનિલ કુંબલેને 2015માં આ સન્માન મળ્યું હતું. બિશન સિંહ બેદી અને સુનીલ ગાવસ્કરને 2009માં 'ICC ક્રિકેટ હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યા હતા. કપિલ દેવને 2010માં આ સન્માન આપવામાં આવ્યું હતું.

'હોલ ઓફ ફેમ'માં સામેલ ભારતીય

1. બિશન સિંહ બેદી - 2009
2. સુનીલ ગાવસ્કર - 2009
3. કપિલ દેવ - 2010
4. અનિલ કુંબલે - 2015
5. રાહુલ દ્રવિડ - 2018
6. સચિન તેંડુલકર - 2019
7. વિનુ માંકડ - 2021
8. ડાયના એડુલજી - 2023
9. વીરેન્દ્ર સેહવાગ - 2023

આવો છે સેહવાગનો ઈન્ટરનેશનલ રેકોર્ડ

વીરેન્દ્ર સેહવાગે કુલ 104 ટેસ્ટ મેચોમાં 8586 રન બનાવ્યા હતા, જેમાં 23 સદી સામેલ છે. વીરેન્દ્ર સેહવાગનો હાઈ સ્કોર 319 રહ્યો, જે તેમણે સાઉથ આફ્રિકા સામે બનાવ્યો હતો. તેઓ ટીમ ઈન્ડિયાના એકમાત્ર એવા ખેલાડી છે, જેમણે બે ત્રેવડી સદી ફટકારી છે. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો વીરેન્દ્ર સેહવાગે 15 સદી અને 38 અડધી સદીની મદદથી 8283 રન બનાવ્યા હતા. વન-ડે ઈન્ટરનેશનલમાં સેહવાગનો હાઈ સ્કોર 219 રન હતો. આ સિવાય સેહવાગના નામે 19 T20 ઈન્ટરનેશનલમાં 394 રન પણ નોંધાયેલા છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.