For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

World Cup Final: 2011ની ફાઈનલમાં શા માટે બે વાર ઉછાળવામાં આવ્યો હતો ટોસ? આ હતું ખાસ કારણ

01:41 PM Nov 19, 2023 IST
world cup final   2011ની ફાઈનલમાં શા માટે બે વાર ઉછાળવામાં આવ્યો હતો ટોસ  આ હતું ખાસ કારણ
Advertisement
World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને દેશભરમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજના દિવસે એ નક્કી થઈ જશે કે કઈ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે. આ મેચમાં ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બીજી ઈનિંગમાં મેદાનમાં ઝાકળ પડી શકે છે, જેના કારણે બેટિંગ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શું તમે જાણો છો કે વર્ષ 2011ની ફાઈનલ મેચમાં જે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, આ મેચમાં બે વખત ટોસ ઉછાળવામાં આવ્યો હતો, ચાલો તમને જણાવીએ કે તેનું કારણ શું હતું.

ભારતે જીતી હતી વર્લ્ડ કપ ફાઈનલ

ICC વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે આ મેચ પોતાના નામે કરી હતી. ભારતે બીજી ઈનિંગમાં બેટિંગ કરીને શ્રીલંકાના ટાર્ગેટને ચેન્જ કરી દીધો અને મેચ જીતી લીધી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે આ મેચમાં બે વખત ટોસ થયો હતો. આ પ્રથમ એવી ફાઈનલ મેચ હતી, જેમાં બે વખત ટોસ થયો હતો. ચાલો તમને જણાવીએ કે આ મેચમાં શા માટે બે વાર ટોસ કરવા પડ્યા હતા.

શા માટે બે વખત થયો હતો ટોસ?

તે સમયે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારા ટોસ માટે મેદાનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે પહેલીવાર સિક્કો ઉછાળવામાં આવ્યો, ત્યારે બંને કેપ્ટનોને લાગ્યું કે તેઓ ટોસ જીતી ગયા છે. કારણ કે જ્યારે સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે સંગાકારાએ કૉલ કર્યો હતો, પરંતુ રેફરી જેફ ક્રો કુમાર સંગકારાના કૉલને સાંભળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં સિક્કો ઉછાળ્યા બાદ પણ ટોસ કોણ જીત્યું તે અંગેનો નિર્ણય લઈ શકાયો નહોતો. આ પછી જ્યારે ફરીથી ટોસ ઉછાળવામાં આવ્યો, ત્યારે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
Advertisement
Advertisement
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.